Get The App

ટ્રમ્પની શપથવિધિ અગાઉ અમેરિકામાં કુદરતનો કહેર, લોકોને ઘરમાં જ રહેવા અપીલ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
trump inauguration


Donald Trump's inauguration : 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનશે અને શપથવિધિ કરશે. અમેરિકાના સમય અનુસાર બપોરે 12 વાગ્યે તેઓ શપથ લેશે. જોકે શપથવિધિ અગાઉ અમેરિકામાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે ટ્રમ્પે સમર્થકોને રસ્તા પર ઉજવણી ન કરવા અપીલ પણ કરી છે. 

કડકડતી ઠંડીના કારણે 40 વર્ષ બાદ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની શપથવિધિ ખુલ્લા આકાશ નીચે નહીં પણ રોટુંડા હૉલમાં યોજાશે. અગાઉ 1985માં પણ ઇનડોર શપથવિધિ યોજાઈ હતી. 

શપથ લેતાં જ 100 ફાઇલો પર સહી કરશે ટ્રમ્પ 

અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ દુનિયાભરના દેશોના રાજકારણમાં તેજીથી ફેરબદલ થઈ રહ્યા છે. એવામાં ટ્રમ્પે કહ્યું છે કે ખુરશી સંભાળતા જ તેઓ 100 મહત્ત્વપૂર્ણ ફાઇલો પર સહી કરશે. 

કેવો હશે કાર્યક્રમ? 

અમેરિકામાં શપથવિધિના કાર્યક્રમની શરુઆત સવારથી જ શરુ થઈ જશે. સૌથી પહેલા ચર્ચમાં પ્રાર્થના સભા યોજાશે. પછી ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા તથા બાઇડેન અને તેમના પત્ની જિલ બાઇડેન વ્હાઇટ હાઉસમાં ચા પીશે. 

બાદમાં બંનેનો કાફલો કેપિટલ હિલ બિલ્ડિંગ પહોંચશે. સંગીત કાર્યક્રમ યોજાશે. પછી રાષ્ટ્રપમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની શપથવિધિ યોજાશે. શપથવિધિ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સભાને સંબોધિત કરશે. જો બાઇડેન અને કમલા હેરિસનને સન્માન સાથે વિદાઈ આપવામાં આવશે. જે પછી ટ્રમ્પ અને જેડી વાન્સ પરેડમાં સૈનિકોની સલામી લેશે. 


Google NewsGoogle News