પોતાની ઉપરના કેસો કોર્ટે ફગાવી દેતા, ખોટા કેસો કરવા માટે ટ્રમ્પ ડેમોક્રેટસ પર રીતસર ટૂટી પડયા
- 'આ ખોખલા અને કાનૂની સત્યતા વિનાના કેસો કરવા પાછળ ડેમોક્રેટસે લોકોના 100 મિલિયન ડોલર્સ વેડફયા'
વોશિંગ્ટન : ઓવલ ઓફિસમાં બેસવાને હવે માત્ર ગણતરીનાં જ સપ્તાહો બાકી રહ્યા છે, ત્યારે નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલ્લે આમ ડેમોક્રેટસ ઉપર તૂટી પડયા હતા અને કહ્યું હતું કે મને નિશાન બનાવવા, ડેમોક્રેટ સરકારે ટેક્ષ પેયર્સના લગભગ ૧૦૦ મિલિયન ડોલર્સ વેડફી નાખવામાં આવ્યા છે.
૨૦૨૦ની અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં દખલ કરી ચૂંટણી પરિણામો પણ ફેરવી નાખવા માટે રમખાણો જગાવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર કેસ કરવામાં આવ્યો હતો અને જે અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધો હતો આ પછી પોતાના તીવ્ર પ્રતિભાવો આપતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મને કાનૂની ચૂંગાલમાં લેવા માટે ડેમોક્રેટિક વહીવટી તંત્રએ (તેઓએ જો બાયડેનનું સીધુ નામ લીધું ન હતું) તો મને પરેશાન કરવા એટલા બધા કેસો, ડીસ્ટ્રિકટ અને ઉપરાંત કોર્ટોમાં મળીને કેસો કર્યા છે કે જેથી ડિસ્ટ્રીક્ટ એટર્ની અને કાઉન્સેલ્સને રોકવા માટે કરદાતાઓના ૧૦૦ મિલિયનથી પણ વધુ રકમ વેડફી નાખી છે તેમાં કશું વળ્યું પણ નથી.