ટ્રમ્પ બુદ્ધિશાળી છે, સારા માણસ છે, તેઓ ઉકેલ શોધી શકશે, મોસ્કો મંત્રણા માટે તૈયાર છે : પુતિન
- ટ્રમ્પ હજી સલામત નથી, પુતિનની ટ્રમ્પ અંગે ગંભીર ચેતવણી તેમના પર કરાયેલા હત્યાના પ્રયાસો યુએસની ચૂંટણીનું કાળું પાસું બન્યા
આસ્તાના (કાઝાકરતાન) : અહીં મળી રહેલી સી.આઈ.એસ.ની શિખર મંત્રણા પછી પત્રકારો સાથે કરેલી વાસ્તવમાં કીવને પશ્ચિમે આવેલા ઘાતક શસ્ત્રો યુક્રેન રશિયા પર વાપર્યા પછી રશિયાએ કરેલા પ્રચંડ હુમલા અંગે પ્રમુખ પુતિને કહ્યું હતું કે, બાયડેન વહીવટી તંત્રનો તે નિર્ણય જ વિઘાતક હતો. પરિણામે અમારે વળતા પ્રહારો કરવા પડયા હતા. વાસ્તવમાં બાયડેન વહીવટી તંત્રના આ નિર્ણયથી યુદ્ધ વધુ વિસ્ફારિત થયું છે.
પ્રમુખ પુતિને વધુમાં તેમ પણ કહ્યું હતું કે, કદાચ બાયડેનનો તે નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પને ફસાવવા માટે પણ લેવાયો હોય, કે જેથી રશિયા સાથેના ભવિષ્યના તેઓના વ્યવહારો ગૂંચવાયેલા રહે. તે ગમે તે હોય પરંતુ મારૃં તો સ્પષ્ટ મંતવ્ય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ એક સારા માણસ છે, તેઓ ઉકેલ શોધી જ શકશે. મોસ્કો પણ મંત્રણા માટે તૈયાર છે.
આ સાથે પ્રમુખ પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ચેતવણી ઉચ્ચારી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ હજી સલામત નથી. વાસ્તવમાં તેઓ ઉપર કરાયેલા હત્યાના બબ્બે પ્રયાસો અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાનું એક કાળુ પાસુ બની રહ્યા છે. કોઈ પણ સભ્ય સમાજ માટે તે શોભાસ્પદ નથી, યોગ્ય જ નથી.