Get The App

ટ્રમ્પે ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળ DOGEને સોંપી મોટી જવાબદારી, અમેરિકામાં મોટાપાયે છટણી થશે

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
ટ્રમ્પે ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળ DOGEને સોંપી મોટી જવાબદારી, અમેરિકામાં મોટાપાયે છટણી થશે 1 - image


Donald Trump and Elon Musk News | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક અબજપતિ ઇલોન મસ્કની આગેવાનીના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયિન્સી (ડીઓજીઇ)ને વધુ સત્તા આપતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે. ટ્રમ્પના નવા આદેશ મુજબ બધી જ ફેડરલ એજન્સીઓએ જોબ કટ કરવા અને ભરતી મર્યાદિત કરવાં ડીઓજીઇની સાથે સંકલન કરવું પડશે અને સલાહમસલત કરવી પડશે. 

બધી જ ફેડરલ એજન્સીઓને ઓર્ડર કરવામાં આવ્યો છે કે તેઓ તેમના વર્કફોર્સમાં મોટાપાયા પર ઘટાડો કરવાનું આયોજન અને ફક્ત જરુરી હોદ્દાઓ માટે જ ભરતી ડીઓજીઇને કન્સલ્ટન કરીને કરે. 

ટ્રમ્પે ડીઓજીઇના કાર્યની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તે ઇચ્છે છે કે ટેસ્લાના સીઇઓ હજી પણ વધારે કામ કરે. એજન્સી સામે અનેક પ્રકારના કેસો થયા હોવા છતાં અને તે કાયદાની મર્યાદાની અંદર રહીને કામ કરી રહી છે કે નહીં તે સવાલ ઉઠવા છતાં આ જવાબદારી સોંપી છે. 

મસ્કે જણાવ્યું હતું કે તમારી પાસે સ્વાયત્ત ફેડરલ બ્યૂરોક્રેસી ન હોવી જોઈએ. તમે લોકો સમક્ષ જવાબદારી વ્યક્તિઓમાના એક છો. તેણે કોઈપણ રીતે ચૂંટાયા ન હોવા છતાં રાષ્ટ્રપતિ દ્વારા અમેરિકન સરકારમાં ખર્ચ કાપની જવાબદારી સોંપવામાં આવી તે ભૂમિકાનો બચાવ કર્યો હતો. 

તેણે ઉમેર્યું હતું કે અમેરિકન અમલદારશાહીમાં એવા ઘણા લોકો છે જેનો પગાર તો હજારો ડોલરમાં છે, પરંતુ તેઓએ તેમની નેટવર્થમાં લાખો ડોલરનો ઉમરો કરવામાં સફળતા મેળવી છે.  હવે આ મિલકત તેમણે કેવી રીતે મેળવી તે ચર્ચાનો વિષય છે.

જો લોકો વોટ ન આપી શકે અને તેમનું ભવિષ્ય પ્રેસિડેન્ટ, સેનેટ અને વ્હાઇટ હાઉસના સ્વરૂપમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ નક્કી કરે તો આપણે લોકશાહીમાં નહીં અમલદારશાહીમાં જીવીએ છીએ તેમ કહેવાય. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે મસ્કે તેને વચન આપ્યું છે કે તે સરકારમાં છેતરપિંડી અને વેસ્ટ મેનેજમેન્ટ ઓળખી દ્વારા એક ટ્રિલિયન ડોલર બચાવી આપશે. આ રકમ કુલ ફેડરલ ફંડિંગના 15 ટકા જેટલી થાય છે. અમેરિકામાં કુલ ૩૦ લાખ ફેડરલ એમ્પ્લોયી છે. મસ્ક તેમા 70 ટકા કાપ મૂકવાની વાત કરી ચૂક્યો છે. 


Google NewsGoogle News