કેનેડા અને મેક્સિકો ઉપર ટેરિફ વધારો લાદવા માટે ટ્રમ્પે 30 દિવસનો સમય આપ્યો
- મસ્કના ''ડૉજ''ના કોસ્ટ-કટિંગ પગલા અટકાવવા કર્મચારી તેમના મજૂર સંઘોએ કોર્ટમાં જતા નિર્ણય લીધો
વૉશિંગ્ટન : મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા પાર્ડો અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અલગ અલગ રીતે પ્રમુખ ટ્રમ્પને મળ્યા હતા અને તેઓએ જાહેર કરેલો આયાત કર (ટેરિફ)નો વધારો, ઓછામાં ઓછો એક મહિના સુધી થંભાવી રાખવા. પ્રમુખને સમજાઈ શક્યા હતા. જોકે ચીનથી થતી આયાતો ઉપરનો લાદવામાં આવેલો ૬૦ ટકા જેટલો આયાત વેરો તો યથાવત્ રહેશે જ તેમ વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું.
યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુ.એસ. એઈડ)ના કર્મચારીઓ એ કામદારોએ ટ્રમ્પના આ હુકમ સામે કોર્ટમાં જવા નિર્ણય લીધો છે. કારણ કે તેઓ માને છે આ હુકમ મુળભુત રીતે ગેરબંધારણીય છે. તેમ જ મસ્કના હાથ નીચેના ડીપાર્ટમન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીશ્યસી (ડીઓજીઈ=ડોજ) દ્વારા કરાયેલા છટણીના હુકમ સામે પણ કર્મચારીઓ અને કામદારો કોર્ટમાં જવાના છે.