કોર્ટના કર્મચારીની બદનક્ષી બદલ ટ્રમ્પને 5,000 ડોલરનો દંડ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
કોર્ટના કર્મચારીની બદનક્ષી બદલ ટ્રમ્પને 5,000 ડોલરનો દંડ 1 - image


- આદેશ છતાં વેબસાઇટે પોસ્ટ ડીલીટ ન કરી

- ટ્રમ્પ હવે ચેતવણીઓનો તબક્કો વટાવી ચૂક્યા છે, આ રીતે વર્તતા રહેશે તો જેલમાં જશે: કોર્ટ

ન્યૂયોર્ક : ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્ક સિવિલ ફ્રોડ કેસમાં કોર્ટના ચાવીરુપ  કર્મચારીની સોશિયલ મીડિયા પર બદનક્ષી કરતી પોસ્ટ બદલ પાંચ હજાર અમેરિકન ડોલરનો દંડ કરવામાં આવ્યો છે. 

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટની અવમાનની કાર્યવાહીમાંથી બચી ગયા છે. જજે કોર્ટના કર્મચારીની સામે તમણે કરેલા બદનભક્ષીભર્યા લખાણને હટાવવાનું કહ્યુ હોવા છતાં પણ ટ્રમ્પે દૂર ન કરતા કોર્ટ ગુસ્સે થઈ હતી.

ન્યાયાધીશ આર્થર એન્ગોરોને જણાવ્યું હતું કે ટ્રમ્પ કોર્ટના તિરસ્કારની કાર્યવાહીમાંથી બચવામાં સફળ એટલા માટે રહ્યા છે કે આ તેમનો પહેલી વખતનો ગુનો છે અને કોર્ટનું નિરીક્ષણ હતું કે જો તેઓ આ રીતે જ વર્તતા રહેશે અને કોર્ટના ઓર્ડરનો ભંગ કરીને કોર્ટના સ્ટાફ પર વ્યક્તિગત હુમલો કરતા રહેશે તોે તેમને જેલમાં પૂરવાની પણ ફરજ પડી શકે છે. 

એન્ગોરોને તેના આદેશમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ હવે કોર્ટની ચેતવણીનો તબક્કો વટાવી ચૂક્યા છે, પરંતુ તેમણે કોર્ટને સામાન્ય દંડ કરવાનું નક્કી કર્યુ છે, કારણ કે ટ્રમ્પના વકીલોએ જણાવ્યું હતું કે વેબસાઇટે અજાણતા જ આ પોસ્ટ જાળવી હતી અને આ પ્રથમ વખત જ નિયમનો ભંગ છે. 

અગાઉ એન્ગોરોને જણાવ્યું હતું કે વેબસાઇટ પરથી પોસ્ટ ડીલીટ કરવામાં નિષ્ફળતા તે કોર્ટના ત્રીજી ઓક્ટોબરના આદેશનો ભંગ છે, જેમા ટ્રમ્પે તેમનો આક્રમક ભાષામાં લખેલો સંદેશો દૂર કરવાનો હતો.  

ટ્રમ્પના વકીલ ક્રિસ્ટોફર કિસે આ માટે ટ્રમ્પના પ્રેસિડેન્સિયલ કેમ્પેઇન સામે સક્રિય બનેલી મોટી મશીનરી પર આરોપ મૂક્યો હતો, જેના લીધે વેબસાઇટ પરથી તેમની સોશિયલ મીડિયા પોસ્ટ ડીલિટ થઈ ન હતી. તેમણે તેને ઇરાદાવિહીન કૃત્ય ગણાવ્યું હતું. 


Google NewsGoogle News