ટ્રમ્પને લાગે છે કે ચૂંટણી તેના હાથમાંથી સરી રહી છે : ટ્રમ્પનાં પૂર્વ સહાયકે કહ્યું
- ટ્રમ્પ તેઓનાં પ્રતિસ્પર્ધી કમલા હેરીસ અંગે બનાવટી આક્ષેપો કરે છે : તેઓને 'બ્લેક' પણ કહે છે : સારાહ મેથ્યુઝ
વોશિંગ્ટન : પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પૂર્વ સહાયક સારાહ મેથ્યુઝે કહ્યું હતું કે ટ્રમ્પને હવે લાગે છે કે, ચૂંટણી તેઓના હાથમાંથી સરી રહી છે, તેથી તેઓ 'ઘાંઘા' થઈ ગયા છે અને તેથી જ તેઓનાં પ્રતિસ્પર્ધી કમલા હેરીસ ઉપર બનાવટી આક્ષેપો કરી રહ્યાં છે.
મેથ્યુઝે વધુમાં કહ્યું હતું કે, 'મને લાગે છે કે ટ્રમ્પને લગભગ ખાતરી થઈ ગઈ છે ચૂંટણી તેમના હાથમાંથી સરી રહી છે, તેથી તેઓ (કમલા હેરીસ દ્વારા) ષડયંત્રો રચાઈ રહ્યાં હોવાની થીયરી રજૂ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે કમલા તેઓની રેલીમાં એ.આઈ. દ્વારા બહુ મોટાં માનવ મહેરામણ ઉપસ્થિત કરતો હોવાનો આક્ષેપ કરે છે, જે મૂળભૂત રીતે તદ્દન ખોટી વાત જ છે.'
એમ.એચ.એન.સી.બી.ના કાર્યક્રમ 'ઈનસાઇડ વિથ જેન પાસ્કી'ને આપેલી મુલાકાતમાં મેથ્યુઝે કહ્યું હતું કે, 'હવે ટ્રમ્પ એટલી હદે બેબાકળા થઈ ગયા છે કે તેઓએ કમલા હેરીસને 'બ્લેક' કહી દીધા છે.' જે તેઓ નથી તેમ છતાં ફરી ફરીને તેમને 'બ્લેક' કહી રહ્યાં છે.
તેઓએ નેશનલ એસોસિએશન ઓફ બ્લેક જર્નાલિસ્ટની એક સભાને સંબોધતાં કહ્યું હતું કે હજી સુધી મને ખબર ન હતી કે તેઓ એક 'બ્લેક' છે. પરંતુ પછી ખબર પડી કે તેઓએ આમ કહી ભારે બફાટ કરી નાખ્યો હતો. તેઓ એટલી હદે 'ઘાંઘા' થઈ ગયા છે કે તેઓ શું બોલે છે તેનું તેમને ભાન રહેતું નથી તેમ પણ મેથ્યુઝે કહ્યું હતું.
સારાહ મેથ્યુઝે આગળ તેમ પણ આ મુલાકાતમાં કહ્યું હતું કે, 'તાજેતરમાં જ્યોર્જીયામાં યોજાયેલી એક રેલીમાં તેઓએ જ્યોર્જીયાના ગવર્નર બ્રિયાન કેમ્પની પણ ઉગ્ર ટીકાઓ કરી હતી, તેનું કારણ તે હતું કે ૨૦૨૦માં યોજાયેલી ચૂંટણી સમયે બ્રિયાન કેમ્પે તેઓને સાથ-સહકાર આપવાની ના કહી હતી. આ વખતે પણ તેઓએ તેમને (ટ્રમ્પનો) સાથ આપવાની 'ના' કહી દીધી છે. આમ ચારે બાજુથી ઘેરાયેલા અને બીજી તરફ હાથમાંથી સરી રહેલા મતદારોને જોતાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે જાણે કે જીવ ઉપર આવી ગયા છે તેવું લાગે છે.'