ટ્રમ્પે ઝેલેન્સ્કીને 'કોમેડિયન' ગણાવ્યા, કહ્યું- અબજોનો ખર્ચ કર્યો પણ અમેરિકાને કશું પાછું નહીં મળે
Trump's attack on Zelensky: અમેરિકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર કટાક્ષ કર્યો અને તેમના પર ખૂબ ખરાબ કામ કરવાનો આરોપ લગાવ્યો અને તેમને ચૂંટણી વિના લડ્યા વિના જ સરમુખત્યાર ગણાવ્યા હતા. તેમજ ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે, 'માત્ર 4% યુક્રેનિયન ઝેલેન્સકીની સરકાર પર ભરોસો કરે છે. ટ્રમ્પની આ ટિપ્પણી પછી ઝેલેન્સકીની નિવેદન સામે આવ્યું હતું કે, 'ટ્રમ્પ ખોટી માહિતીના ક્ષેત્રમાં' જીવી રહ્યા છે.
ઝેલેન્સકી પર ટ્રમ્પે ઉઠાવ્યા ગંભીર સવાલો
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'જરા કલ્પના કરો, એક સાધારણ કોમેડિયન ઝેલેન્સ્કીએ યુનાઇટેડ સ્ટેટ્સને એવા યુદ્ધમાં જવા માટે $350 બિલિયન ખર્ચવા માટે રાજી કર્યા જે જીતી ન શકાય એમ નથી, જે ક્યારેય શરૂ ન થવું જોઈતું હતું, પરંતુ એક યુદ્ધ કે જે તેઓ, અમેરિકા અને 'ટ્રમ્પ' વિના, ક્યારેય ઉકેલી શક્યા ન હોત. યુનાઇટેડ સ્ટેટ્સે યુરોપ કરતાં $200 બિલિયન વધુ ખર્ચ્યા છે તેમાં છતાં યુરોપના નાણાની ખાતરી છે. જયારે અમેરિકાને કંઈ જ પાછું નહિ મળે. જો આ યુદ્ધ અમેરિકા કરતાં યુરોપ માટે વધુ મહત્ત્વનું છે તો બાઇડન સમાનતાની માંગ કેમ નથી કરતા, અમારી પાસે વિભાજન કરવા માટે એક મોટો, સુંદર સમુદ્ર છે.'
આ અંગે ટ્રમ્પે વધુમાં કહ્યું કે, 'આ સિવાય, ઝેલેન્સકીએ સ્વીકાર્યું કે અમે તેને જે નાણા મોકલ્યા તેમાંથી અડધું ફંડ ગાયબ છે. તેણે ચૂંટણી યોજવાનો ઇનકાર કરી રહ્યા હતા અને તેનું રાજનીતિક પ્રદર્શન પણ ઘણું નબળું હતું. પરંતુ ઝેલેન્સકીની સૌથી સારી વાત એ હતી કે તે બાઇડનને પાઠ ભણાવી શકે તેમ હતો.'
આ પણ વાંચો: લાંચ કેસમાં અદાણીને સમન્સ બજાવવા યુએસ સિક્યોરિટી એક્સચેન્જ કમિશનની ભારતને અપીલ
ટ્રમ્પનો ચેતવણી સંદેશ
ટ્રમ્પે પોસ્ટમાં ચેતવણી આપી હતી કે ચૂંટણી વિના સરમુખત્યાર બનનાર ઝેલેન્સકીએ ઝડપથી આગળ વધવું જોઈએ કારણ કે જો તે આમ નહીં કરે તો તેની પાસે કોઈ દેશ બચશે નહીં. ટ્રમ્પે કહ્યું કે, 'યુક્રેનના રાષ્ટ્રપતિનું આ વલણ ઘણું ખતરનાક હોઈ શકે છે, કારણ કે તેમની નીતિઓએ દેશને ગંભીર સંકટમાં મૂક્યો છે, જેના કારણે લાખો લોકો બિનજરૂરી રીતે મૃત્યુ પામ્યા છે અને આ યુદ્ધ હજુ પણ ચાલુ છે.'