Get The App

શાહબાજ શરીફનું ટેન્શન વધ્યું ! ડોનાલ્ડ ટ્રમ્પની નવી કેબિનેટમાં પાકિસ્તાનની ટીકા કરનારાઓની એન્ટ્રી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
શાહબાજ શરીફનું ટેન્શન વધ્યું ! ડોનાલ્ડ ટ્રમ્પની નવી કેબિનેટમાં પાકિસ્તાનની ટીકા કરનારાઓની એન્ટ્રી 1 - image


America Trump Cabinet : અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કેબિનેટના ઘણા સાથીઓને પસંદ કર્યા છે. ટ્રમ્પની આગામી  કેબિનેટના નામોની જાહેરાત થતા પાકિસ્તાન ખૂબ ટેન્શનમાં આવી ગયું છે. તેનું કારણ એ છે કે, ટ્રમ્પની કેબિનેટમાં મોટા ભાગના નેતાઓ એવા છે કે, જેઓ પાકિસ્તાનની ટીકા કરનારા નેતાઓની એન્ટ્રી થઈ છે. 

આ પણ વાંચો : આખી દુનિયા ટેન્શનમાં! રશિયાએ બદલ્યા પરમાણુ હુમલાના નિયમો, બાઈડનના નિર્ણય બાદ ભડક્યાં પુતિન!

ટ્રમ્પ સરકારની પ્રાથમિકતા યાદીમાં ભારતનું સ્થાન ઊંચું

પાકિસ્તાની નીતિ નિર્માતાઓ ટ્રમ્પની પસંદગી પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જે યુએસ વહીવટીતંત્રની ભાવિ વિદેશ નીતિના સંકેત આપે છે. તમને જણાવી દઈએ કે, જે નામોની ઘોષણા કરવામાં આવી છે તેનાથી સ્પષ્ટ સંદેશ મળે છે, કે ટ્રમ્પ સરકારની પ્રાથમિકતા યાદીમાં ભારતનું સ્થાન ઘણું ઊંચું છે. એવું પણ માનવામાં આવે છે કે, ટ્રમ્પ પ્રશાસન અને અમેરિકાની વિદેશ નીતિની પ્રાથમિકતા યાદીમાં પાકિસ્તાન સામેલ નથી.

કેમ ચિંતિત છે પાકિસ્તાન

ટ્રમ્પની કેબિનેટમાં વિદેશ મંત્રી, સંરક્ષણ સચિવ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને જાસૂસી એજન્સી સીઆઈએના વડા માટે જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે, તે તમામ પાકિસ્તાન પ્રત્યે ખૂબ જ આલોચનાત્મક વિચારો ધરાવે છે, જ્યારે ભારત પ્રત્યે તેમનું વલણ ખૂબ જ સકારાત્મક છે. જેના કારણે ઈસ્લામાબાદ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયું છે. 

વોશિંગ્ટનની વિદેશ નીતિમાં કોઈ સ્થાન ન હોવાને કારણે પાકિસ્તાનમાં ટોચના સરકારી અને લશ્કરી અધિકારીઓ યુનાઇટેડ સ્ટેટ્સ પ્રત્યેના તેમના અભિગમને ફરીથી વ્યૂહરચના બનાવવા માટે સતત ઝઝૂમી રહ્યા છે. ટ્રમ્પની નવી કેબિનેટ યાદીમાં એક નામ તુલસી ગોબાર્ડનું પણ નામ છે, જેઓ વારંવાર પાકિસ્તાનને નિશાન બનાવે છે.

આ પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવશે, ટૂંક સમયમાં તારીખ થશે જાહેર: રિપોર્ટ

ભારત સાથે વધશે અમેરિકાની મિત્રતા 

સીનેટર માર્કો રૂબિયોને આગામી યુએસ સ્ટેટ સેક્રેટરી તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તેઓએ ભારતને સમર્થન આપતું બિલ રજૂ કર્યું હતું. સેનેટમાં રુબિયો દ્વારા રજૂ કરવામાં આવેલ બિલ 'યુએસ-ઈન્ડિયા ડિફેન્સ કોઓપરેશન એક્ટ' નામના બિલમાં આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે ભારત સાથે વિસ્તૃત સંરક્ષણ સહયોગની પણ માંગ કરવામાં આવી છે.

બિલ અનુસાર યુ.એસ.ને સલાહ આપવામાં આવી હતી કે, તે ભારતની સાથે જાપાન, ઇઝરાયેલ, દક્ષિણ કોરિયા અને નાટોને ટેક્નોલોજી ટ્રાન્સફરના સંદર્ભમાં ટોચના સહયોગી તરીકે ગણવામાં આવે છે. બિલમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે નવી દિલ્હીને સંરક્ષણ, આર્થિક રોકાણ અને નાગરિક અવકાશમાં સહયોગ દ્વારા સંપૂર્ણ સુરક્ષા સહાય પૂરી પાડવામાં આવશે.


Google NewsGoogle News