Get The App

ટ્રમ્પે પાંચ જ મિનિટની મુલાકાતમાં માંગી લીધો હતો મેલાનિયાનો ફોન નંબર, છૂટાછેડા થયા તો એક રૂપિયો નહીં મળે

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
Donald Trump Wife Melania


Donald Trump Wife: અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જીત મેળવી છે, તેઓ 47માં રાષ્ટ્રપતિ બનવા બનશે ત્યારે હાલ તેઓ ચર્ચાનો વિષય તો છે જ આ સાથે લોકો ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ વિષે પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. 

આ રીતે થઈ હતી ટ્રમ્પની મેલાનિયા સાથે પહેલી મુલાકાત 

1990ની વાત છે જ્યારે છ ફૂટ લાંબી અને પાતળી મેલાનિયા ન્યૂયોર્ક આવી હતી. તે પેરિસ અને મિલાનના પ્રખ્યાત ફેશન જગતમાં મોડેલ તરીકે ચમકી હતી. જ્યારે તે ન્યૂયોર્કમાં પાર્ટી કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ તેની સામે આવીને ઉભો રહ્યો અને તેની સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો હતો. 

માત્ર પાંચ મિનિટના પરિચયમાં આ વ્યક્તિએ મેલાનિયાનો ફોન નંબર પણ માંગી લીધો. આ વ્યક્તિ ન્યૂ યોર્ક સર્કલમાં પ્રભાવશાળી પરંતુ મહિલાવાદી તરીકે જાણીતી હતો. તે વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા. પોતાની બે પત્નીઓને છૂટાછેડા આપી દીધા હતા. 

ટ્રમ્પની પહેલી પત્ની તેમને અવિશ્વાસુ માનતી

ટ્રમ્પની ભૂતપૂર્વ પત્નીઓએ ફરિયાદ કરી કે આ માણસ અવિશ્વાસુ છે. ન્યૂયોર્ક ફેશન વીકની પાર્ટીમાં જ્યારે તે મેલાનિયાને મળ્યા ત્યારે તે ખરેખર બીજી મહિલા સાથે ત્યાં આવ્યા હતા. તેની નજર મેલાનિયા પર પડી હતી. આથી જયારે તેની સાથે આવેલી મહિલા વોશરૂમમાં ગઈ કે તરત જ ટ્રમ્પ મેલાનિયા સાથે વાત કરવા પહોંચી ગયા. 

પહેલી મુલાકાત વખતે ટ્રમ્પની ઉંમર 52 તો મેલાનિયાની ઉંમર 28 હતી 

ટ્રમ્પે મેલાનિયાને મોડેલિંગમાં એક શાનદાર કરિયરનું સપનું બતાવ્યું. તેમજ ટ્રમ્પે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે કોન્ટેક્ટ કરાવવાનું વચન પણ આપ્યું. આ જ નાની એવી મુલાકાતમાં તેનો ફોન નંબર પણ માંગી લીધો. મેલાનિયા થોડી અચકાઈ પણ નંબર આપ્યો. આ સમયે મેલાનિયાની ઉંમર 28 તો ટ્રમ્પની ઉંમર 52 હતી. ન્યૂયોર્કમાં કામ કરતી વખતે મેલાનિયાએ ટ્રમ્પનું નામ વારંવાર સાંભળ્યું હતું. તે ખૂબ જ ધનવાન હતાઅ અને તેમનો શો ટીવી પર પણ આવતો હતો. પરંતુ ટ્રમ્પ વિશે દરેકની ધારણા એવી હતી કે જ્યારે મહિલાઓની વાત આવે ત્યારે ટ્રમ્પ થોડા ફ્લર્ટી છે. 

આ પણ વાંચો: ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા જ મિડલ ઈસ્ટમાં હડકંપ, એક નિવેદને આગમાં ઘી હોમવાનું કામ કર્યું

પરંતુ મેલાનિયાને ટ્રમ્પ પર બિલકુલ વિશ્વાસ નહોતો

મેલાનિયા ડેટિંગ કરી રહી હતી પરંતુ વિશ્વાસ ઓછો હતો. ટ્રમ્પને તેમનો નંબર આપવો એ પહેલું માધ્યમ હતું જેણે તેમને નજીક લાવ્યા. તેમની વચ્ચે પહેલા વાતચીત શરૂ થઈ. પછી ડેટિંગ શરૂ થઈ. તેમ છતાં મેલાનિયાના મનમાં ટ્રમ્પની ઈમેજ પ્લેબોય જેવી જ રહી ગઈ. 

આ પછી પણ 1999માં બંને વચ્ચે ગાઢ સંબંધ બંધાયો. પરંતુ બ્રેકઅપ બહુ જલ્દી થયું. તે પછી તે ટ્રમ્પથી એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે નક્કી કર્યું કે હું આ વ્યક્તિને ફરીથી ક્યારેય નહીં મળું અને તેને મારા  જીવનમાં આવવા નહી દઉં. 

ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા એક નવી પાર્ટી બનાવી હતી 

વર્ષ 2000માં ટ્રમ્પે રિફોર્મ નામની એક નવી પાર્ટી બનાવી અને તેના દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી હતી. પરંતુ ચૂંટણી ન જીતતા તેમને ફરી મેલાનિયાને યાદ આવી. આથી તેમણે ફરી મેલાનિયાને મનાવીને બંને વચ્ચેના સંબંધ સુધાર્યા. થોડા મહિના પછી બંને ફરી સાથે દેખાવા લાગ્યા. આ વખતે તેમની ડેટિંગ પાંચ વર્ષથી થોડી વધુ ચાલી. પછી એક દિવસ ટ્રમ્પે મેલાનિયાને 1.5 મિલિયન ડોલરની કિંમતની હીરાની વીંટી સાથે લગ્ન માટે પ્રપોઝ કરી. 

લગ્ન પહેલા બંને વચ્ચે થયો હતો આ કોન્ટ્રાક્ટ

લગ્ન પહેલા મેલાનિયા પાસે પણ ટ્રમ્પની બંને પૂર્વ પત્નીઓ જેવો જ કરાર કરાવવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે જો મેલાનિયા છૂટાછેડા લેશે તો તેને ટ્રમ્પની સંપત્તિમાંથી એક રૂપિયો પણ નહીં મળે. ત્યારબાદ 22 જાન્યુઆરી 2005ના રોજ તેમણે લગ્ન કર્યા. આ લગ્નથી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ બૈરન ટ્રમ્પ છે. 

ટ્રમ્પે પાંચ જ મિનિટની મુલાકાતમાં માંગી લીધો હતો મેલાનિયાનો ફોન નંબર, છૂટાછેડા થયા તો એક રૂપિયો નહીં મળે 2 - image


Google NewsGoogle News