Get The App

ટ્રમ્પ પુત્રીના શ્વસુરને મધ્ય પૂર્વના સલાહકાર નિમશે, બીજી પુત્રીના શ્વસુરને તેઓ ફ્રાંસમાં રાજદૂત નિયુક્ત કરશે

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ પુત્રીના શ્વસુરને મધ્ય પૂર્વના સલાહકાર નિમશે, બીજી પુત્રીના શ્વસુરને તેઓ ફ્રાંસમાં રાજદૂત નિયુક્ત કરશે 1 - image


- ટ્રમ્પ સગાવાદ પ્રસારે છે : પરંતુ તે બધા સક્ષમ છે

- પહેલી ટર્મમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે સગાં સંબંધીઓને ઉચ્ચ પદે નિયુક્ત કર્યા હતા : બીજી ટર્મમાં પણ તેઓ તેમજ કરવા માગે છે

વોશિંગ્ટન : અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની કેબિનેટ તથા સહાયકોની પસંદગી શરૂ કરી દીધી છે. મધ્ય પૂર્વ માટેના સલાહકાર તરીકે તેઓએ તેમની પુત્રી રીફનીના શ્વસુર માસદ બાઉલોઝને પસંદ કર્યા છે. તેઓ આરબો તથા મધ્ય પૂર્વ અંગે ટ્રમ્પને સલાહ સૂચનો આપશે. તેઓએ અમેરિકામાં વસતા આરબોને ટ્રમ્પ તરફ ફેરવી તે અમેરિકન-આરબના મતો ટ્રમ્પને અપાયા હતા.

આ ભાવિ નિયુક્તિ અંગે ટ્રમ્પે કહ્યું કે તેઓ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાવવામાં સહાયક બનશે પરંતુ તેઓ કઈ રીતે શાંતિ સ્થાયી શકશે તે વિષે બેમાંથી એકે કશું કહ્યું નથી.

અત્યારે ડીલર (દલાલ) તરીકે કામ કરી રહેલા બાઉલૂઝે પહેલા લેબેનોનમાં રાજદૂત પદ માટે ઇચ્છા દર્શાવી હતી. કારણ કે તેઓ વર્ષો સુધી લેબેનોનમાં રહ્યા હતા. તેઓ મધ્ય પૂર્વ અંગે તળપદી જ્ઞાાન ધરાવે છે. તેઓ ટ્રમ્પના સાથી બેન્જામિન - નેતાન્યુહુના પૂરેપૂરા ટેકેદાર છે.

આ ઉપરાંત ટ્રમ્પ તેઓના એક સગા માઈક હકાવીને ઇઝરાયલ સ્થિત રાજદૂત પદે નિયુક્ત કરશે. તેમ પણ જાણવા મળ્યું છે. હકાબી તો સ્પષ્ટ રીતે પેલેસ્ટાઇનના વિરોધી છે. તેઓ કહે છે, પેલેસ્ટાઈન જેવું જ કશું નથી.

ટ્રમ્પે સંરક્ષણ સચિવ પદે મેટ હેગસેટ પસંદ કર્યા છે. તેઓ, ઇસ્લામના એક મહાન ધર્મસ્થળ મનાતી અલ આરિકા મસ્જિદનાં સ્થાને બાયબલમાં જણાવ્યા પ્રમાણેનું યહૂદીઓનું સાયનેગાંગ (મંદિર) બાંધવા માગે છે.

ગત શનિવારે તેઓએ કરેલી જાહેરાત પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પ તેઓ તેમની બીજી પુત્રીના શ્વસુર જારેછ કુશનરને ફ્રાંસમાં રાજદૂત પદે નિયુક્ત કરવા માંગે છે.

આ યાદી ઉપરથી હવે સ્પષ્ટ થઈ જાય છે કે, નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કટ્ટર રીતે ઇઝરાયલ તરફી છે. સાથે તેઓ એવા સહાયકો પસંદ કરે છે કે, જેઓ પણ કટ્ટર રીતે ઇઝરાયલ તરફી હોય, સાથે સતત રીતે તેમને (ટ્રમ્પને) સાથ આપે.


Google NewsGoogle News