ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બંને દુષ્ટ છે જેને પસંદ કરવા હોય એને કરો, પોપનું વિવાદાસ્પદ નિવેદન
ખ્રિસ્તીઓના સૌથી ઉચ્ચપદ પર બિરાજતા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચુંટણી અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ અને રીપબ્લીકન ઉમેદવાર બંનેને દુષ્ટ ગણીને જેને ચુંટવા હોય તેને ચુંટો એમ કહયું હતું. બંને ઉમેદવારો જીવનના વિરોધી સૈતાન સમાન છે. ડોનાલ્ડ ટ્રમ્પ ની અપ્રવાસી નીતિઓ અને કમલા હેરિસના ગર્ભપાત અધિકારો અંગેના વિચારો પર પોપે પ્રહાર કર્યા હતા.
અમેરિકાના લોકોએ નકકી કરવાનું છે કે જે ઓછા દુષ્ટ લાગે તેને વિવેકનો ઉપયોગ કરીને ચુંટો. પોપે એશિયાના ૧૨ દિવસના પ્રવાસ પછી રોમ પાછા ફરેલા પોપે મીડિયા કર્મીઓને સંબોધતા થયેલા સવાલમાં પ્રત્યુત્તર આપ્યો હતો. એક અપ્રવાસીઓનો ત્યાગ કરે છે અને બીજો ઉમેદવાર બાળકોને મારવાની વાત કરે છે.
પ્રવાસીઓને દેશમાં આવવા નહી દેવાના, કામ કરવા નહી દેવાનું અને સ્વાગત નહી કરવું એવા વિચારો ટ્રમ્પ ધરાવે છે. કમલા હેરિસ ગર્ભપાતને સમર્થન આપે છે એ પણ પાપ જ છે. અમેરિકાની ચુંટણી નવેમ્બરમાં યોજાવાની છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિશ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આવા સમયે પોપના બંને ઉમેદવારો માટેના મંતવ્યએ દુનિયા ભરમાં ચર્ચા જગાવી છે.