અમેરિકામાં ટ્રમ્પે USAIDના 2000 કર્મચારીઓને કાઢી મૂક્યા, હજારોને રજા પર મોકલ્યાં
Donald Trump in Action Mode | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 2000 કર્મચારીઓને નોકરીથી કાઢી મૂકવા અને અન્ય હજારોને રજા પર મોકલી દેવાની નોટિફિકેશન જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો છે.
કર્મચારીઓની અપીલ જજે પણ ફગાવી હતી
એક અહેવાલ અનુસાર આ પગલું એક સંઘીય ન્યાયાધીશ દ્વારા શુક્રવારે તંત્રને USAIDના કર્મચારીઓને કામથી હટાવવાની મંજૂરી અપાયા બાદ ભરવામાં આવ્યું છે. યુએસ ડિસ્ટ્રિક્સ જજ કાર્લ નિકોલ્સને કર્મચારીઓ દ્વારા સરકારના પ્લાન પર અસ્થાયી રોક લગાવવાની અપીલ ફગાવી દીધી હતી.
નોટિફિકેશનમાં શું કહ્યું?
USAID ના કર્મચારીઓને મોકલવામાં આવેલી નોટિફિકેશનમાં જણાવાયું છે કે 23 ફેબ્રુઆરીની રાતે 11:59 વાગ્યાથી USAID ના તમામ પ્રત્યક્ષ નિમણૂક પામેલા કર્મચારીઓને વહીવટી રજાઓ પર મોકલવામાં આવી રહ્યા છે. ફક્ત એ કર્મચારીઓ જે મિશન આધાશ્રિત જરૂરી કામકાજ, મુખ્ય નેતૃત્વકાર અને વિશેષ નોમિનેટ છે એ કર્મચારીઓએ જ કામગીરી પર આવવાનું ચાલુ રાખવાનું રહેશે.