ભારત પર બૂમબરાડા પાડતા ટ્રુડો ચીની મૂળના કેનેડિયન નાગરિકની હત્યા પર ખામોશ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ભારત પર બૂમબરાડા પાડતા ટ્રુડો ચીની મૂળના કેનેડિયન નાગરિકની હત્યા પર ખામોશ 1 - image

ઓટાવા,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના બૂમ બરાડા પાડી રહેલા કેનેડાના પીએમ ટ્રુડો ચીનની કેનેડામાં દખલગિરિની વાત આવે ત્યારે હોઠ સીવી લેતા હોય છે.

આ વાતનો ખુલાસો કેનેડાના જ એક ડિજિટલ મીડિયાએ કર્યો છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે, ચીની મૂળના કેનેડિયન નાગરિકની કેનેડાની ધરતી પર હત્યા થઈ હતી અને આ મુદ્દે ટ્રુડોના મોઢામાંથી એક હરફ પણ નિકળ્યો નથી.વેઈ હૂ નામનો આ વ્યક્તિ ચીન છોડીને કેનેડામાં વસી ગયો હતો.2021માં તેની હત્યા થઈ હતી.આ હત્યા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કરાવી હોવાનો આરોપ લાગ્યો હતો.જોકે બે વર્ષથી કેનેડાની સરકાર તેની તપાસના નામમે નાટક જ કરી રહી છે.

આ મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ઓપરેશન ફોક્સ હન્ટ હેઠળ વેઈ હૂની હત્યા કરાવી હતી.ચીનની સરકાર ઈચ્છતી હતી કે, વેઈ હૂ ચીન પાછો ફરે .વેઈ હૂનુ મોઢુ બંધ કરાવવા માટે ચીને તેની હત્યા કરાવી નાંખી હતી.એક સાક્ષીએ કહ્યુ હતુ કે, ચીનની સરકારે જ તેને ટાર્ગેટ કર્યો છે.વેઈ હૂની પત્નીએ માત્ર એટલુ જ કહ્યુ હતુ કે, મારા પતિને મેડિકલ સમસ્યા હતી પણ હું વધારે જાણકારી નહીં આપી શકું.

વેઈ હૂની પત્ની કેનેડામાં 28 લાખ ડોલરના ઘરમાં રહે છે.જ્યારે વેઈ હૂ પાસે એવી કોઈ નોકરી પણ નહોતી.

કેનેડાની તપાસ એજન્સીએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કરીને એટલુ કહ્યુ હતુ કે, કેનેડામાં ચીન સહિત વિદેશી હસ્તક્ષેપની અમારી પાસે જાણકારી છે.

આ પહેલા કેનેડાના વિરોધ પક્ષો પણ ચૂંટણી દરમિયાન ચીનની દખલગિરિના આરોપ મુકી ચુકયા છે.


Google NewsGoogle News