બ્રિટનની રાણીને અંતિમ વિદાય, વૈશ્વિક સ્મારકોએ આ રીતે આપી એલિઝાબેથ-2 ને શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી,તા. 9 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
વિશ્વના સૌથી વધુ ઉંમરદાયક અને બ્રિટન પર સૌથી વધારે સમય સુધી શાસન કરનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરૂવારના રોજ અવસાન થયું છે. મહારાણીના અવસાન બાદ સમગ્ર વિશ્વમાં શોક વ્યાપ્યો છે. ત્યારે વિશ્વના લોકો, સેલિબ્રિટિ તેમજ નેતાઓ પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યાં છે.
- ઇંગ્લેન્ડભરમાં યૂનિયન જૈકના ઝંડાને રાણીના શોક માટે અડધો ઝુકાવવામાં આવ્યો હતો.
- વિડંસન કૈસલમાં ધ્વજને હાફ ઝુકાવ્યાના થોડા સમય બાદ,તેની પાછળ ઇન્દ્રધનુષ દેખાવવા લાગ્યુ હતુ.
એફિલ ટાવરની લાઇટ બંધ
ફ્રાંસે ક્વીન એલિઝાબેથના અવસાન બાદ તેમના શોકમાં એફિલ ટાવરની લાઈટો બંધ કરી દીધી હતી. આટલું જ નહીં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રાણી એલિઝાબેથને 'દયાળુ' કહીને કહ્યું, 'ફ્રાન્સની મિત્ર... જેણે પોતાના દેશને નવી ઊંચાઈઓ પર લઈ ગયો'.
મહારાણીનું જીવન અને તેમની વિરાસતા સન્માનમાં ન્યૂયોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને ચાંદીથી સજાવવામાં આવ્યો હતો.
આ બિલ્ડિંગના આધિકારીક ટ્વીટર હેન્ડલે પોસ્ટ કર્યું કે, "આજે રાતે મહારાની એલિઝાબેથ દ્વિતિયના જીવન અને વિરાસતનું સન્માન કરવા માટે અમારી લાઇટ સિલ્વરમાં ચમકશે."
લંડનમાં રાણીના સન્માનમાં ગુરુવારે સાંજે સુર્યાસ્ત બાદ લાઇટ બંધ કરવામાં આવી.
ઇઝરાયેલનાં તેલ અવીવમાં, મહારાનીના સન્માનમાં સિટી હોલની સામે યૂનિયન જૈકને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ બિલ્ડિંગમાં બ્રિટિશ લોકોની સાથે એકજુટતામાં, કારણ કે તે લોકો રાણીના નિધનના શોક વ્યક્ત કરી રહ્યાં હતા”
ન્યુઝિલેન્ડમાં ઓકલેન્ડ યુદ્વ સ્મારક સંગ્રાલય દેશનો ઝંડો અડધો ઝુકેલો છે, દેશે ઘોષણા પણ કરી કે રાણીના મૃત્યુ બાદ ચિહ્રિત કરવા માટે સરકારી ભવનોમાં ઝંડાને હાફ ઝુકાવી દેવામાં આવ્યો હતો.