Get The App

રશિયામાં ટ્રેન અકસ્માત : 800 પ્રવાસીઓ સાથેની ટ્રેન ટ્રક સાથે લેવલ ક્રોસિંગ અથડાતા પાટા ઉપરથી ઉતરી પડી

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
રશિયામાં ટ્રેન અકસ્માત : 800 પ્રવાસીઓ સાથેની ટ્રેન ટ્રક સાથે લેવલ ક્રોસિંગ અથડાતા પાટા ઉપરથી ઉતરી પડી 1 - image


- નાતારસ્તાન સ્થિત કાઝાનથી કાળા સમુદ્ર પર આવેલા એડલર જતી ટ્રેન વોલ્ગોગ્રાડના દક્ષિણ વિસ્તારનાં કોટેલનિકોવ સ્ટેશન પાસે આ દુર્ઘટના બની

મોસ્કો : ૮૦૦ પેસેન્જર્સ સાથેની એક ટ્રેન સોમવારે મધ્ય એશિયાના તાર્તારસ્થાનના કાઝાનથી બ્લેક-સી ઉપરના એડલર જઈ રહી હતી ત્યારે વોલ્ગોગ્રાડ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી.

આ અંગે રશિયન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ટ્રેનના ડ્રાઇવરે એક કામાઝ ટ્રકને ધસમતો આવતા જોઈ એન્જિન-ડ્રાઇવરે સીટી ઉપર સીટી મારી તે ટ્રક-ડ્રાઇવરને સાવચેત કરવા પ્રયત્ન કર્યો પરંતુ ડ્રાઇવરે કશું ધ્યાન જ ન આપ્યું. પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. તેમ રશિયન કેસલેના અધિકારીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, અકસ્માત થતાં ડ્રાયવર તો ટ્રેનમાંથી નીચે કુદી પડયો છે. આ વિસ્તારમાં આવેલા કોટેલનિસ્કોલ શહેર નજીક જ આ અકસ્માત થતા સહાય તુર્ત જ મોકલવામાં આવી હતી. આ કોટેલનિસ્કૉવ શહેર મોસ્કોથી ૧૨૦૦ કિ.મી. દૂર આવેલું છે.

આ અકસ્માતમાં ૧૪૦ને ઇજાઓ થઈ હતી જે પૈકી ૩ બાળકો સહિત કુલ ૧૫ જણાને તો વધુ ઇજાઓ થઇ હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.


Google NewsGoogle News