Get The App

થાઈલેન્ડમાં કરૂણ દુર્ઘટના : બસમાં આગ લાગતાં 44માંથી 25 વિદ્યાર્થીઓનાં મૃત્યુ

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
થાઈલેન્ડમાં કરૂણ દુર્ઘટના : બસમાં આગ લાગતાં 44માંથી 25 વિદ્યાર્થીઓનાં મૃત્યુ 1 - image


- આગળનું ટાયર ફાટતાં બસ બેકાબૂ બની લોખંડની આડશ સાથે અથડાઈ તેથી આગ ભભૂકી ઉઠી

બેંગકોક : પાટનગર બેંગકોકનાં પરાં ઉત્થાઇ થાનીથી દેશનાં પ્રાચીન યુગનાં પાટનગર અયુત્થીયા સહેલ માટે જતા વિદ્યાર્થીઓની બસનું આગળનું ટાયર પાટનગર થોડે દૂર જતાં જ ફાટી ગયું. પરિણામે વાટ ખાઓ સ્કૂલની બસ, લોખંડની આડશ સાથે અથડાતાં બસ સળગી ઉઠી, બસમાં રહેલા ૪૪ વિદ્યાર્થીઓ પૈકી ૨૫ વિદ્યાર્થીઓનાં કરૂણ મૃત્યુ થયાં. આ અતિકરૂણ દુર્ઘટનાથી દેશમાં હાહાકાર મચી ગયો, સરકારે એક દિવસનો શોક પણ જાહેર કર્યો છે.

આ દુર્ઘટના પછી થાઈલેન્ડના વાહન વ્યવહાર વિભાગના મંત્રી સૂરિયા (સૂર્ય) જુંગ રૃંગ રૂએન્ગકીન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચી ગયેલા વિદ્યાર્થીઓની સારવાર માટે વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. આંતરિક બાબતોના મંત્રી અનુતિન ચર્ણ બિરાકુલે કહ્યું હુતં કે હજી સુધી અધિકારીઓ મૃત્યુ આંક નક્કી કરી શક્યા નથી. કારણ કે દુર્ઘટના અંગે હજી તપાસ પૂરી થઇ નથી. પરંતુ બચી ગયેલાઓની સંખ્યા ઉપરથી કહી શકાય તેમ છે કે ઓછામાં ઓછા ૨૫ વિદ્યાર્થીઓનાં નિધન થયાં હશે. બસ હજી એટલી ગરમ છે કે તેમાં જઇ વધુ શોધખોળ કરવી તત્કાળ તો શક્ય નથી. સંભવ છે કે હજી પણ કેટલાક મૃતદેહો બસની અંદર હોઈ શકે.

આ દુર્ઘટનાનો વિડીયો દર્શાવે છે કે સમગ્ર બસ આગની ઝપટમાં આવી ગઇ હતી. તેમાંથી કાળા ધૂમાડા બહાર નીકળતા દેખાતાહતા. જો કે આ દુર્ઘટના તો રોડના છેડા ઉપર બની હતી. તેથી બસ તો રોડની એકબાજુએ પડી છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓનાં નામ, વય કે અન્ય માહિતી મળી શકી નથી.

આ દુર્ઘટના પછી બચાવ કર્મીઓ તુર્ત જ તે સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સ્પષ્ટ મંતવ્ય આપ્યું હતું કે બસનું આગમન એક ટાયર ફાટી જતાં બસ બેકાબુ બની ગઇ હશે. અને રોડની બાજુએ રહેલી લોખંડના બારની આડશ સાથે અથડાતાં તણખા પણ ઉડયા હશે. તેથી ડીઝલ કે પેટ્રોલ આગ પકડતાં બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઇ હશે.

તેવામાં બીજા સમાચારો મળ્યા છે કે વીએનજેટ એરનાં એક વિમાનને બોમ્બ થ્રેટ મળતાં તેનું ઇમર્જન્સી લેન્ડીંગ કરવું પડે તેમ હતું તેવી બેંગકોંકનાં વિમાન ગૃહે ઝડપભેર વ્યવસ્થા કરવી પડી હતી.


Google NewsGoogle News