Get The App

વ્યાપાર ક્ષેત્રે ચીન-અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકાર, યુ.એસ. ટેરિફ વધારશે તો ચીન વળતો ફટકો મારશે

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
વ્યાપાર ક્ષેત્રે ચીન-અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકાર, યુ.એસ. ટેરિફ વધારશે તો ચીન વળતો ફટકો મારશે 1 - image


- ટ્રમ્પે કહ્યું છે : ''પદ સંભાળવાના પહેલા જ દિવસે ચીનથી થતી આયાતો પર હું 60 % જેટલો ''આયાત કર'' લાદી દેવાનો છું''

નવી દિલ્હી : ચીન-અમેરિકાના કોમર્સ ડીપાર્ટમેન્ટના ચીફ અબજોપતિ હાવર્ડ બ્યુટનિક પર ખરેખરું ખીજાયું છે. ચીન પુછે છે આ ''દાઉદે બુટેનિક'' છે કોણ ? ચીન એટલું ધુંધવાયું છે કે અમેરિકાના વાણિજ્ય વિભાગના વડાનું નામ પણ મચડી નાખ્યું છે.

મુળ વાત તે છે કે આ બ્યુટનિકના સુચનથી જ ડૉનાલ્ડ ટ્રમ્પે ચીનથી થતી આયાતો પર ૬૦ ટકા ટેરિફ લાદી દેવાની જાહેરાત કરતા કહ્યું હતું કે ''ચીનનો માલ ઠાલવવાનો સીલસીલો રોકવો જ રહ્યો.'' તેથી હું સત્તા સંભાળીશ. તેના પહેલા જ દિવસે ચીનની આયાતો પર ૬૦ % જેટલો આયાત-કર લાદી દઈશ.

હાવર્ડ બ્યુટનિક ઉપરાંત ટ્રમ્પે જેને જેને પસંદ કર્યા છે. તે પૈકી લગભગ બધા જ ચીન વિરોધી છે. ટ્રમ્પે વિદેશમંત્રી તરીકે માર્કો રૂબિયોને પસંદ કર્યા છે. તેઓએ ચીનની કેટલીએ કંપનીઓને અમેરિકાના સ્ટોક-એક્ષચેન્જ (શેર બજાર)માંથી ડી.લિસ્ટ કરાવી હતી. ટ્રમ્પે નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે માઈક વાલ્ઝને પસંદ કર્યા છે. તેઓ ચીનના સતત વિરોધી છે. ચીનની વિન્ટર ઓલિમ્પિકમાં તેઓને આમંત્રણ છતાં તેઓ ત્યાં ગયા ન હતા.

પહેલીવાર પ્રમુખ બન્યા (૨૦૧૪-૨૦) ત્યારે જેમિરન ગ્રીકને ''ટ્રેડ રેપ્રિ મેન્ટેટેટિવ'' તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ ટ્રમ્પની ચાયના-ટ્રેડ-વૉરના સ્થપતિ હતા.

ટુંકમાં ડૉનાલ્ડ ટ્રમ્પ સત્તાગ્રહણ કરશે. તે સાથે ચીન-અમેરિકાનું વ્યાપાર યુદ્ધ તો શરૂ થઈ જ જશે.

રાજકીય પરિસ્થિતિ જોઈએ તો તાઈવાન મુદ્દે બંને દેશો વચ્ચે ભારે ખટરાગ છે. તેમજ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર ઉપર ચીને પોતાના પ્રભુત્વ હોવો કરતા અમેરિકા ધુંધવાયું છે તેના 'ટેરીફ-વૉરે' બળતામાં ''ઘી'' હોમ્યું છે. ચીને કહ્યું છે તે અમેરિકાના માલ ઉપર જબ્બર આયાત કર લાદશે.


Google NewsGoogle News