Get The App

મુસાફરે અચાનક ખોલી નાખ્યો ફ્લાઈટનો ઈમરજન્સ ડોર, વિમાનમાં મચી અફરાતફરી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
મુસાફરે અચાનક ખોલી નાખ્યો ફ્લાઈટનો ઈમરજન્સ ડોર, વિમાનમાં મચી અફરાતફરી 1 - image

Thailand Flight : કેટલીક વખત વિમાનોમાં ઉડાન દરમિયાન કેટલાક મુસાફરોની મૂર્ખતાના કારણે કંઈક એવું થઈ જાય છે કે બાકીના લોકોના જીવ જોખમમાં મૂકાય છે. એવા કેટલાક મામલાઓ પણ સામે આવતા રહે છે. એવો જ કેસ થાઈલેન્ડમાં સામે આવ્યો છે. અહીં ચિયાંગ માઈ એરપોર્ટ પર ઉડાન ભર્યા પહેલા એક મુસાફરે ઈમરજન્સી ડોર ખોલી નાખ્યો. આ ઘટના બુધવારે રાત્રે બની, જેનાથી ફ્લાઈટની ઇન્સફ્લેટેબલ સ્લાઈડ સક્રિય થઈ ગઈ અને ટેકઑફમાં મોડું થયું.

કેનેડિયન વ્યક્તિને સ્થાનિક પોલીસે કસ્ટડીમાં લઈ લીધો. મુસાફરના વકીલે દાવો કર્યો કે તેમણે હૈલુસિનેશનને લઈને વિમાનનો દરવાજો ખોલ્યો. લોકો સીટ પર બેસવા માટે પાછળ આવી રહ્યા હતા, જેનાથી તેની મતિભ્રમ થઈ અને તેણે ઈમરજન્સી એક્ઝિટ ખોલી નાખ્યો.

ઘટનાની પુષ્ટિ કરતા, ચિયાંગ માઈ એરપોર્ટ તરફથી કહેવાયું છે કે, ઘટના બાદ વિમાન ટર્મિનલ પર પરત ફરેલા અને ટેકનિશિયનો દ્વારા સુરક્ષા નિરીક્ષણ કર્યા બાદ અંતે રવાના થઈ ગયા. ઘટનાના કારણે એરપોર્ટ પર એક ડઝનથી વધુ ફ્લાઈટને અસર પહોંચી.

એક મુસાફર અનન્યા તિયાંગતેએ કહ્યયું કે, જેવો જ વ્યક્તિએ ઈમરજન્સી એક્ઝિટ ખોલ્યો, વિમાનમાં અફરાતફરી મચી ગઈ. શું થયું હોત જો અમે સમુદ્રની સપાટીથી 30,000 ફૂટ ઉપર હોત? 


Google NewsGoogle News