Get The App

દક્ષિણ બ્રાઝિલમાં અનરાધાર વર્ષા : રાયો ગ્રાન્ડે પાસેની નદીમાં પ્રચંડપૂર, 10નાં મોત, 21 હજાર લાપતા

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
દક્ષિણ બ્રાઝિલમાં અનરાધાર વર્ષા : રાયો ગ્રાન્ડે પાસેની નદીમાં પ્રચંડપૂર, 10નાં મોત, 21 હજાર લાપતા 1 - image


- ગવર્નર એડયુઆર્ડો લીટેએ પ્રમુખ લુલા દ'સિલ્વાનો સંપર્ક સાધી સહાય માગી : દ'સિલ્વા ગુરૂવારે રાયો ગ્રાન્ડેની મુલાકાતે

રાયો દ'જાજારો : વિશ્વમાં સૌથી વધુ ગાઢ જંગલો ધરાવતા અને વિશ્વમાં સૌથી વધુ જળપ્રવાહ ધરાવતી મહાનદી એમેઝોનના દેશ બ્રાઝિલમાં દક્ષિણ વિસ્તારમાં તો અનરાધાર વર્ષાએ તબાહી મચાવી દીધી છે. દક્ષિણનાં રાયો ગ્રાન્ડ શહેર પાસેની નદીમાં પ્રચંડ પૂર આવતાં ૧૦નાં મોત થયાં છે, ૨૧ હજી લાપતા છે, પૂર અને વર્ષાને લીધે મૃત્યુઆંક વધવાની ભીતી સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ ભારતનો મિત્ર દેશ છે, બ્રિક્સ સમુહનો તે સભ્ય છે. ભારત પછી જી-૨૦નું પ્રમુખ પદ ક્રમાનુસાર બ્રાઝિલને ફાળે ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦નો સિમ્બોલ સ્વહસ્તે જ પ્રમુખ લુલા દ'સિલ્વાને આપ્યો છે.

છેલ્લા કેટલાયે દિવસોથી બ્રાઝિલ અનરાધાર વર્ષા અનુભવી રહ્યું છે. જૈ પૈકી દક્ષિણ બ્રાઝિલમાંના ધોધમાર વર્ષાએ માઝા મુકી છે, બુધવારે સાંજે યોજેલી પત્રકાર પરિષદમાં રાજ્યના ગવર્નર એડયુઆર્ડો લીટેએ કહ્યું હતું કે અત્યારે તો આપણે ઇતિહાસમાં નોંધાયેલી એક કટોકટીની સ્થિતિ અનુભવી રહ્યાં છીએ, સાથે તેવું લાગે છે કે કમનસીબે પરિસ્થિતિ હજી પણ બગડવા સંભવ છે.

ગવર્નર લીટેએ પ્રમુખ લુલા દ'સિલ્વાનો સંપર્ક સાધ્યો હતો તેઓએ તમામ સહાયની ખાતરી આપી હતી. ગુરૂવારે તેઓ જાતે જ તે અસરગ્રસ્ત રાજ્યની મુલાકાતે ગયા હતા, એ યુદ્ધ ધોરણે બચાવ કાર્યવાહી શરૂ કરાવી દીધી હતી.

રાયો ગ્રાન્ડેમાં તો પ્રચંડ વર્ષા થઈ છે. પરંતુ લગભગ સમગ્ર દેશમાં ભારે વર્ષા થઇ રહી છે. પરિણામે દેશની અનેક નદીઓમાં પૂર આવ્યાં છે, હજી સુધીમાં ૩૪૦૦ લોકોને સલામત સ્થળે ખશેડવામાં આવ્યાં છે. સૌથી વધુ પુર આ દક્ષિણનાં રાજ્યમાં આવ્યાં છે.

મધ્ય અને દક્ષિણ બ્રાઝિલ પર્વતીય વિસ્તારો છે. તે પર્વતો વનાચ્છાદિત છે. તે પણ ભારે વર્ષા અનુભવી રહ્યાં છે. ટૂંકમાં ગાઢ જંગલોમાં વસતા ૪૦ ફીટના પ્રચંડ એનેકોન્ડાનો આ દેશ અત્યારે તો, પ્રચંડ વર્ષા અને પૂરોના ભરડામાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ માહિતી મળતાં તેઓએ પ્રમુખ લુલા દ'સિલ્વાનો સંપર્ક સાધી આશ્વાસન કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

ભારતને 'બ્રિક્સ' દેશો સાથે, તો સંબંધ છે જ પરંતુ તેથી એ વધુ દાયકાઓ જૂનો સંબંધ છે. મહાત્માજી જ્યારે યરવડા જેલમાં ઉપવાસ ઉપર હતા (હિન્દુ મુસ્લીમ રમખાણો વિરૂદ્ધમાં) ત્યારે બ્રાઝિલની એક બાલિકાએ પોર્તુગીઝ ભાષામાં (બ્રાઝિલમાં પોર્ટુગીઝભાષા પ્રચલિત છે) મહાત્માજીને પત્ર લખ્યો તેમાં લખ્યું ''તમો મને બહુ જ ગમો છો જલ્દી સાજા થઇ જાવ'' તે બાલિકાને મહાત્માજીનાં એડ્રેસની ખબર ન હતી. તેણે ત્યાંના ન્યૂઝ પેપરમાં આવેલો મહાત્માજીનો ફોટો તેનાં કવર ઉપર ચોંટાડયો અને પોર્તુગીઝ ભાષામાં લખ્યું : ''તે મહાત્માને દુનિયામાં જ્યાં હોય ત્યાં બ્રાઝિલ સરકારે તે પત્ર ભારતના વાઇસરૉયને મોકલ્યો. તેણે, યરવડા જેલમાં રહેલા પૂ.બાપુને મોકલ્યો. પૂ. બાપુએ પોર્તુગીઝ ભાષા જાણકારને ગોવાથી બોલાવ્યા અને પત્રની વિગતો જાણી. મહાત્માજીની આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા.''

અન્ય સંબંધ આશ્ચર્યજનક છે. બ્રાઝિલનાં એક રાજ્યના ગવર્નર ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓ તે સમયે મદ્રાસ તરીકે ઓળખાતાં ચેન્નાઇની મુલાકાતે ગયા ત્યારે મદ્રાસ રાજ્યના ગવર્નર પદે રહેલા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ લીલા સાગમાંથી કોતરેલી એકકલાકૃતિ તેઓને ભેટ આપી હતી. પછી તે ગવર્નરે તેમનાં રાજ્યના એક મુખ્યમાર્ગનું નામ કૃષ્ણકુમાર સિંહજી એવન્યુ રાખ્યું તે ઐતિહાસિક સત્ય છે (દુર્ભાગ્યવશ તે રાજ્ય કે તેનાં મુખ્ય શહેરનું નામ અત્યારે મળતું નથી)


Google NewsGoogle News