પાકિસ્તાન સરહદ નજીક ઈરાનનું પ્લેન ક્રેશ, રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડરનું મોત
Plane Crash in Pakistan Border : ઈરાનમાં પાકિસ્તાન સરહદ નજીક સોમવારે ઓપરેશન દરમિયાન ઓટોગાયરો (હેલિકોપ્ટર જેવું વાહન) ક્રેશ થયું છે, જેમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર અને તેના પાઈલટનું મોત થયું છે. સરકારી ટીવી ચેનલના રિપોર્ટ મુજબ સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત સિરકાન સરહદી વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન જનરલ હમીદ મઝંદરાનીનું મૃત્યુ થયું છે. અર્ધ સરકારી તસ્નીમ સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ, આ પ્લેન લશ્કરી કવાયત દરમિયાન ક્રેશ થયું છે.
'ઓટોગાયરો' દેખાવમાં હેલિકોપ્ટર જેવું વાહન
'ઓટોગાયરો' રોટર દેખાવમાં હેલિકોપ્ટર જેવું જ છે, જોતે તે સરળ અને નાનું દેખાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ઈરાનમાં પાયલોટ તાલીમ અને સરહદી દેખરેખ માટે થાય છે. આ વિમાન બે લોકોને લઈ જવા માટે સક્ષમ છે.