Get The App

વિદેશોમાં નોકરી કરવા માટે આ 5 દેશો છે ભારતીયોની પહેલી પસંદ, UAE છઠ્ઠા સ્થાન પર ખસક્યું

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
વિદેશોમાં નોકરી કરવા માટે આ 5 દેશો છે ભારતીયોની પહેલી પસંદ, UAE છઠ્ઠા સ્થાન પર ખસક્યું 1 - image
Image Envato 

BCG Study Report : સામાન્ય રીતે તો વિદેશમાં નોકરી મેળવવા માટે ભારતીયોનો સતત વધારો જોવા મળતો હોય છે. પરંતુ છેલ્લા વર્ષમાં વિદેશમાં નોકરીની તકો શોધી રહેલા ભારતીયોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ રિપોર્ટ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ એટલે કે BCG દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં કરવામાં આવ્યો છે. BCGના અભ્યાસ 'ઈન્ટરનેશનલ મોબિલિટી ટ્રેન્ડ્સ' માં કહેવામાં આવ્યું છે કે, વિદેશમાં કામ કરવા ઈચ્છુક ભારતીયોની સંખ્યા 2020માં 78 ટકાથી ઘટીને 2023માં 54 ટકા થઈ ગઈ છે.

તો વળી પસંદગીના સ્થળ તરીકે ભારતનું રેંકિંગ છેલ્લા પાંચ વર્ષમાં 6 પોઈન્ટ વધ્યું છે. જો ભારતની વાત કરવામાં આવે તો બેંગલુરુ અને દિલ્હી કામ કરવા માટે લોકોના પ્રિય શહેરો છે. જો કે આ હાલમાં બંને શહેરોના ગ્લોબલ રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે, પરંતુ વર્ષ 2018માં રિપોર્ટ લોન્ચ થયા બાદ અમદાવાદનો પહેલીવાર ટોપ 100 ગ્લોબલ શહેરોમાં સમાવેશ થયો છે. 

UAE ના લોકો ભારતને સૌથી વધુ પસંદ કરે છે!

રિપોર્ટના આધારે દાવો કરવામાં આવ્યો છે કે, અલગ-અલગ દેશોના લોકો ભારતમાં કામ કરવા માટે ખૂબ ઉત્સુક હોય છે. તેમા સંયુક્ત આરબ અમીરાતના લોકોની સંખ્યા સૌથી વધારે છે, એ પછી બીજા ક્રમે નાઈજીરીયા અને કેન્યાનો નંબર આવે છે. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતમાં કામની તકોની વધતી જતી અપીલ તરફ ઈશારો કરી રહ્યો છે.

ભારતે છેલ્લા 5 વર્ષમાં આ ઈન્ડેક્સમાં 6 પોઈન્ટ મેળવ્યા 

BCGના રિપોર્ટ પ્રમાણે તાજેતરના વર્ષોમાં ભારત સ્થાનિક અને વૈશ્વિક સ્તરે કરિયરની તકો શોધી રહેલા વ્યાવસાયિકો માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.  લોકપ્રિયતામાં આ ઉછાળો પસંદગીના કાર્યસ્થળોના ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારતના વધતા રેંકિંગ ક્રમને કારણે છે. ભારતે છેલ્લા 5 વર્ષમાં આ ઈન્ડેક્સમાં 6 રેન્ક પોઈન્ટ હાંસલ કર્યા છે.

ભારતીયોની પસંદગીઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો

વિદેશમાં રોજગાર મેળવવા માંગતા ભારતીય કામદારોની પ્રાથમિકતાઓમાં પણ એક મોટો ફેરફાર જોવા મળ્યો છે.  પહેલા ભારતીયો માટે કામના હિસાબે UAE ભારતીયોની પહેલી પસંદ હતી, પરંતુ હવે UAE આ યાદીમાં છઠ્ઠા ક્રમે ખસી ગયું છે.

આ દેશ પ્રથમ પસંદગી છે

હવે ભારતીયોને પોતાના કરિયર માટે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, જર્મની અને બ્રિટન જેવા દેશોને પસંદ આવી રહ્યા છે. તો વળી ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા અને યુકે જેવા દેશો વિશ્વભરમાં સ્થાનાંતરણની દ્રષ્ટિએ ટોચના 4 દેશોમાં સામેલ છે. જ્યારે લંડન શહેરોની યાદીમાં ટોચ પર છે અને ન્યૂયોર્ક પણ ટોપ-5માં સામેલ છે.


Google NewsGoogle News