Israel-Hamas war| ગાઝાના ટોચના 3 લીડર્સ પાસે કેટલી સંપત્તિ? આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે
ગાઝામાં 20 લાખથી વધુ લોકો અત્યંત ગરીબી હેઠળ જીવવા મજબૂર છે
ગાઝા પટ્ટીમાં હાલમાં દવા, ભોજન અને આશ્રયસ્થાન જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની ભયંકર અછત વર્તાઈ રહી છે
Israel vs Hamas war | ગાઝાપટ્ટીને ઈઝરાયલ સાથે યુદ્ધમાં ધકેલી હમાસના નેતાઓ આરામની જિંદગી વીતાવી રહ્યા હોવાનો દાવો કરાયો છે. ગાઝા પટ્ટીમાં હાલમાં દવા, ભોજન અને આશ્રયસ્થાન જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓની ભયંકર અછત વર્તાઈ રહી છે પરંતુ હમાસના (Hamas Leaders assets) ટોચના નેતાઓ ગાઝા પટ્ટીથી દૂર હોવાની માહિતી છે. ગાઝામાં 20 લાખથી વધુ લોકો અત્યંત ગરીબી હેઠળ જીવવા મજબૂર છે. પરંતુ જો તમને હમાસના ટોચના 3 નેતાઓની સંપત્તિનો આંકડો ખબર પડશે તો તમારી આંખો પહોળી થઈ જશે.
કેટલી સંપત્તિ છે હમાસના લીડર્સ પાસે?
માહિતી અનુસાર એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે હમાસના ટોચના ત્રણ નેતાઓ પાસે 11 અબજ ડૉલરની ચોંકાવનારી સંપત્તિ છે. ઈસ્માઈલ હનાયા, મુસા અબુ મરઝુક અને ખાલિદ મશાલ હાલમાં મધ્યપૂર્વના દેશ કતારમાં છે અને અહીં તેમના જીવને કોઈ ખતરો ન હોવાની માહિતી છે. તેમની સંપત્તિના આંકડા અંગે કતાર સહિત જુદા જુદા સુત્રોએ ખુલાસો કર્યો છે. હમાસના સર્વોચ્ચ લીડર ઈસ્માઈલ હનાયા પાસે 4 અબજ ડૉલર તથા ખાલિદ મશાલ પાસે પણ 4 અબજ ડૉલરની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. જ્યારે હમાસનો વાર્ષિક કારોબાર એક અબજ ડૉલરની આજુબાજુ જ છે. હમાસના અન્ય એક નેતા મુસા અબુ મરઝુકની સંપત્તિ 3 અબજ ડૉલર હોવાની માહિતી છે.
રિપોર્ટમાં શું દાવો કરાયો?
ન્યુયોર્ક પોસ્ટના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ નેતાઓએ અનેકવાર રાજદ્વારી ક્લબોમાં જતા, પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરતાં જોવામાં આવ્યા છે. ઈઝરાયલના અમેરિકામાં આવેલા દૂતાવાસે પણ આ માહિતી આપી હતી.