Get The App

દુનિયાના ટોપ-10 ખુશહાલ દેશ, પાકિસ્તાન ભારત કરતાં ઘણું આગળ, ફિનલેન્ડ સતત 7મી વખત ટોચે

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
Top 10 Happiest Countries in the World
Representative image 

Top 10 Happiest Countries in the World: દુનિયામાં દરેક વ્યક્તિ ખુશ રહેવા માંગે છે, અને કેટલાક દેશો એવા છે જે ખુશહાલીની બાબતમાં બીજા દેશો કરતા ઘણાં આગળ છે. દર વર્ષે સંયુક્ત રાષ્ટ્રનો વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ એવા દેશોનું રેન્કિંગ જાહેર કરે છે, જ્યાં લોકો સૌથી વધુ ખુશ છે. આ રિપોર્ટ તૈયાર કરવામાં ઘણાં માપદંડોનો ઉપયોગ કરઈ છે, જેમ કે GDP, આયુષ્ય, સામાજિક સમર્થન, વ્યક્તિગત સ્વતંત્રતા અને ભ્રષ્ટાચારનું સ્તર. ત્યારે જાણીએ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર વિશ્વના 10 સૌથી ખુશ દેશો વિશે. 

ટોપ-10 ખુશહાલ દેશ

•ફિનલેન્ડ સતત સાતમા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ રહ્યો છે. આ દેશ તેની મજબૂત શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે.

•બીજા નંબર પર ડેનમાર્ક છે, જ્યા જીવનધોરણ, સામાજિક સમાનતા અને "હાઇજ" (આરામદાયક જીવનનો ડેનિશ કોન્સેપ્ટ) તેને ખાસ બનાવે છે.

•ત્રીજા નંબર પર આઇસલેન્ડ છે, જે તેની મજબૂત સમુદાય ભાવના અને કુદરતી સૌંદર્ય માટે જાણીતુ છે. અહીં ગુનાખોરીનો દર પણ ઘણો ઓછો છે.

•ચોથી નંબર સ્વીડન તેની પર્યાવરણને અનુકૂળ નીતિઓ, મજબૂત સામાજિક સેવાઓ અને ઉચ્ચ જીવનધોરણ માટે જાણીતું છે.

•ઈઝરાયલ પાંચમા સ્થાને રહ્યું છે. આ યહૂદી દેશ તેની નવીનતા અને આરોગ્ય સેવાઓ માટે જાણીતો છે.

આ પણ વાંચો: અમેરિકાના લોસ એન્જલસની આગમાં 10000 મકાનો રાખ, લગભગ 150 અબજ ડૉલરનું નુકસાન


•છઠ્ઠા સ્થાને નેધરલેન્ડ છે, જ્યા લોકો કાર્ય-જીવન સંતુલન શોધવામાં ખૂબ જ કુશળ છે. અહીંની ખુલ્લી સંસ્કૃતિ અને સામાજિક સુરક્ષા તેને ખુશ કરે છે.

•સાતમા સ્થાને નોર્વેની કલ્યાણ વ્યવસ્થા અને કુદરતી સંસાધનોનો ઉપયોગ તેને સૌથી ખુશ દેશોમાંનો એક બનાવે છે. કુદરતી સંસાધનોની વિપુલતા, સામાજિક સુરક્ષા અને ઉચ્ચ જીવનધોરણ નોર્વેની સમૃદ્ધિમાં ફાળો આપે છે.

•આઠમાં સ્થાને સ્વીઝરલેન્ડ તેની આરોગ્યસંભાળ સેવાઓ, આર્થિક સ્થિરતા અને સુંદર કુદરતી વાતાવરણ માટે પ્રખ્યાત છે. ઉચ્ચ આયુષ્ય, ઉત્તમ આરોગ્યસંભાળ સેવાઓ અને આર્થિક સ્થિરતા સ્વિટ્ઝર્લૅન્ડને આઠમા સ્થાને લાવે છે.

•નવમાં સ્થાને લક્ઝમબર્ગની સમૃદ્ધિ, સલામત વાતાવરણ અને ઉચ્ચ આવક તેને એક ખુશ દેશ બનાવે છે. લક્ઝમબર્ગની સમૃદ્ધિમાં ઊંચી માથાદીઠ આવક, સામાજિક સુરક્ષા અને નાની પણ સમૃદ્ધ અર્થવ્યવસ્થા ફાળો આપે છે.

•ન્યુઝીલેન્ડ જે શાંતિપૂર્ણ જીવનશૈલી, કુદરતી સૌંદર્ય અને મજબૂત સમુદાય ભાવના તેને ટોચના 10માં સ્થાન અપાવે છે. 

પાકિસ્તાન 108મા સ્થાને છે 

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાન હાલમાં ભારતથી ઘણું આગળ 108મા સ્થાને છે. જોકે, પાકિસ્તાન અંગે શંકા છે કે તેનો ડેટા ઘણો જૂનો છે. સંયુક્ત રાષ્ટ્ર સર્વેક્ષણ એજન્સીનું કહેવું છે કે તેમની પાસે પાકિસ્તાન અંગેના નવીનતમ ડેટાનો અભાવ છે. પાકિસ્તાને સામાજિક સમર્થન, જીવનની ગુણવત્તા અને આર્થિક સ્થિરતા સુધારવા માટે પ્રયાસો કરવાની જરૂર છે. આ રિપોર્ટમાં ભારત 143 દેશોમાં 126મા સ્થાને છે. વર્ષ 2024 માં ભારત 126મો રહ્યો હતો.

દુનિયાના ટોપ-10 ખુશહાલ દેશ, પાકિસ્તાન ભારત કરતાં ઘણું આગળ, ફિનલેન્ડ સતત 7મી વખત ટોચે 2 - image


Google NewsGoogle News