આજે રિઝલ્ટ મોદીનું પરંતુ દિલ ધડકી રહ્યું છે પાકિસ્તાનનું
- ચીન પણ સાવચેત બની ગયું છે : નિરીક્ષકો
- પરિણામોની ચર્ચા તો દુનિયાભરમાં થાય છે પરંતુ જેટલી ચર્ચા પાકિસ્તાનમાં થાય છે તેટલી ચર્ચા ભાગ્યે જ બીજા દેશોમાં થાય છે
ઇસ્લામાબાદ, નવી દિલ્હી : ભારતમાં લોકસભાની ચૂંટણીમાં તમામ સાત ચરણ સમાપ્ત થયા છે. હવે પરિણામોની રાહ જોવાય છે. આ પરિણામોની તો દુનિયાના તમામ મહત્વના દેશોમાં ચર્ચા થઈ રહી છે. પરંતુ, સૌથી વધુ ચિંતાગ્રસ્ત તો પાકિસ્તાન છે. ૪ જુને પરિણામો જાહેર થશે. એટલે કે ૪થી તારીખે થોડા કલાકોમાં જ તે જાણી શકાશે. એકિઝટ-પોલ્સ તમામ એકિઝટ પોલ્સ- એનડીએને બહુમતી મળશે તેમ કહે છે. સાથે, પાકિસ્તાન ચિંતાગ્રસ્ત છે. તેને ભીતિ છે કે, મોદી આક્રમક નીતિ જ અપનાવશે.
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી એજાજ ચૌધરીએ કહ્યું કે, પહેલાની તમામ નોંધો દર્શાવે છે કે, પી. એમ. મોદી ચૂંટણી ઘોષણાપત્રમાં જે કંઈ જણાવે છે, તેનો અમલ કરીને જ રહે છે. તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા પ્રયાસ કરશે અને પાકિસ્તાન પ્રત્યે આક્રમક નીતિ અપનાવશે.
પાકિસ્તાનના અગ્રીમ અખબાર ડોને તેમ કહ્યું છે કે એકિઝટ પોલમાં આપેલા આંકડા સાચા ઠરતા પણ નથી. ચૂંટણી પરિણામો લગભગ તે એકિઝટ-પોલથીજુદા પણ હોય છે. એક્સપર્ટસ પણ કહે છેકે વિવિધતાવાળા વિશાળ દેશમાં તે (એકિઝટ પોલ્સ) સાચા પડે તે એક પડકારરૂપ છે.
પરંતુ આ ચૂંટણી પરિણામોની જિજ્ઞાાસા ભારતમાં છે તેથી વધુ પાકિસ્તાનમાં છે. એવું શું છે કે જેથી પાકિસ્તાન ચિંતાગ્રસ્ત છે.
લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી એનડીએ ૩૬૫ બેઠકો જીતશે તેવું અનુમાન છે. ઇંડીયા-ગઠબંધનને ૧૪૬ તથા અન્યોને ૩૨ બેઠકો મળે તેવું અનુમાન બંધાઈ રહ્યું છે.
મંગળવારે તે નિશ્ચિત થઈ જશે કે, આ આંકડાઓ ઉપર મહોર લાગે છે કે નહીં ? પાકિસ્તાનમાં બધા જ ઇચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાય
થોડા દિવસો પૂર્વે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં બધા જ ઇચ્છે છે કે, મોદી ચૂંટણી હારી જાય. તેટલું જ નહીં પરંતુ તેણે વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલના સમર્થનમાં ટિવટ પણ કર્યું હતું. ફવાદે એક ટિવટમાં લખ્યું : 'રાહુલ ગાંધી ઓન ફાયર' આ ટિવટ તેમણે એક મહિના પૂર્વે કર્યું હતું. તેમણે કેજરીવાલ માટે લખ્યું હતું કે, તેઓ શાંતિ અને સદભાવ વિરોધી તાકતોને પરાસ્ત કરે.' જો કે તે બંનેએ ફવાદ ચૌધરીના આ ટિવટથી પોતાને અલગ કરી દીધા છે.
પાકિસ્તાનના એક સાંસદે જ કહ્યું હતું કે, (કહેવાતું) આઝાદ-કાશ્મીર લેવા માટે મોદી કદાચ હુમલો કરશે.
નિરીક્ષકો કહે છે કે, પાકિસ્તાનની વાત છોડો ચીન પણ મોદી વિજયથી સાવચેત બની ગયું છે. તે બરોબર સમજી ગયું છે કે ૨૦૨૪નું ભારત ૧૯૬૨નું ભારત નથી. તે જાણે છે કે, તેની પાસે ઇન્ટરકોન્ટીનન્ટલ મિસાઇલ્સ છે. તો બીજી તરફ ભારત પાસે ઇન્ટરકોન્ટીનન્ટ નહીં પરંતુ હર્બીન, બૈજિંગ, શાંધાઈ અને ફુચાઇને આવરી લે તેવા મિસાઇલ્સ છે. 'એ-બોમ્બ' પણ છે, વળી અમેરિકાનો તેને પૂરો સાથ છે. તેથી ભારતને છંછેડતા પહેલા તેણે બેવાર નહીં ચારવાર વિચાર કરવો પડશે.