''બાંગ્લાદેશમાંથી હિન્દુઓને કાઢી મૂકવાની જેહાદ ચાલે છે'' ચિન્મય દાસની ધરપકડ પછી તિસ્લીમા નસરીમના પ્રત્યાઘાત
- અત્યારે ચિન્મય દાસના વકીલ થવા કોઈ તૈયાર નથી, તેઓની જામીન અરજીની સુનાવણી હવે 2જી જાન્યુ.એ થશે
લંડન : પહેલા પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા અત્યાચારો, વિશેષત: વર્તમાન બાંગ્લાદેશ જ્યારે પૂર્વ પાકિસ્તાન હતું ત્યારે હિન્દુઓ ઉપર થયેલા અત્યાચારોની ઉગ્ર ટીકા કરતું પુસ્તક ''લજ્જા'' લખનાર વિદુષી યુવતી તસ્લીમા યુવતીને છેવટે ઈંગ્લેડમાં રાજ્યશ્રય લેવો પડયો હતો.
તેઓએ અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો અને પુર્વે ઈસ્કોન સાથે સંકળાયેલા સ્વામી ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ તથા તેઓની જામીન અરજી અંગે કોર્ટમાં રજુઆત કરનાર વકીલની પછીથી થયેલી હત્યા આંગે પોતાનો આક્ર્રોશ ઠાલવતાં, તે વિદુષી લેખિકાએ ટ પ્લેટફોર્મ પર લખ્યું હતું કે બાંગ્લાદેશમાંથી હિન્દુઓને કાઢી મુકવાનું વ્યવસ્થિત કાવતરું જ ચાલે છે.
તેઓએ હિન્દુઓ પ્રત્યે રખાતી ધિક્કારની ભાવનાનો પણ વિરોધ કર્યો હતો અને ચિન્મયદાસને પણ જેલમાં રાખવા સામે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે તે માનવી અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. હિન્દુઓને દબાવી દેવાનું ષડયંત્ર છે.
ચિન્મય કૃષ્ણદાસ વતી કોર્ટમાં રજુઆત કરનાર વકીલને બેસુમાર માર ટોળાએ તેઓના ઘરમાં ઘુસી માર્યો હતો. પરિણામે સારવાર છતાં તેઓ સાજા થઈ શક્યા નહીં તેઓનું નિધન થયું. તે પછી ચિન્મય દાસના વકીલ થતા સર્વકોઈ ગભરાય છે.
આ પરિસ્થિતિ જ અસહ્ય છે તેમ કહેતા તસ્લીમા નસરીમે જણાવ્યું હતું કે તે આતંકીઓ ઘડીયાળના કાંટા પાછા ફેરવવા માગે છે. તેથી બાંગ્લાદેશ પ્રગતિને બદલે મધોગતિ તરફ ખેંચાતો જાય છે.