લંડનમાં ટીપુ સુલતાનની તલવારની હરાજી, એક કરોડમાં વેચાઈ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
લંડનમાં ટીપુ સુલતાનની તલવારની હરાજી, એક કરોડમાં વેચાઈ 1 - image

image : Twitter

લંડન,તા.28 ઓક્ટોબર 2023,શનિવાર

કર્ણાટકના કેટલાક હિસ્સા પર શાસન કરનાર ટીપુ સુલતાનની તલવાર લંડનના ક્રિસ્ટી ઓક્શન હાઉસ દ્વારા હરાજી કરવામાં આવી હતી. 

ટીપુ સુલતાને મૈસૂરમાં અંગ્રેજો સામે જંગ લડી હતી. ટીપુ સુલતાનની હાર બાદ 1799માં તેમની પોતાની બે તલવારો અંગ્રેજોને ભેટમાં અપાઈ હતી અથવા તો અંગ્રેજોએ ભેટના નામે પડાવી લીધી હતી. એક તલાવર ચાર્લ્સ માકવેસ અ્ને બીજી તલવાર અર્લ કોનવોલિસને આપવામાં આવી હતી. કોર્નવોલિસ 1786માં બ્રિટિશ ભારતનો ગર્વનર બન્યો હતો અને તેણે મૈસૂર યુધ્ધ દરમિયાન બ્રિટિશ સેનાનુ નેતૃત્વ કર્યુ હતુ. 

એક સમયે આ તલવાર ટીપુ સુલતાનના બેડરુમમાં રહેતી હતી. અંગ્રેજોને ભેટમાં મળેલી બે તલવારો પૈકી પહેલી તલવાર આ વર્ષે 23 મેના રોજ 141 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. જ્યારે બીજી તલવાર અલગ અલગ લોકોના હાથમાંથી છેવટે બ્રિટનના ઈલિયટ ફેમિલીના હાથમાં આવી હતી. તેમણે  આ તલવાર હરાજી માટે મુકી હતી. 

તેની બેઝ પ્રાઈસ 15 થી 20 કરોડ રુપિયા રાખવામાં આવી હતી. આટલી ઉંચી કિંમત રાખવામાં આવી હોવાથી તલવાર ખરીદવા માટે કોઈ આગળ નહીં આવ્યુ હોવાનુ મનાય છે. જેના પગલે તેની બેઝ પ્રાઈઝ ઘટાડવામાં આવી હતી અને છેવટે તે એક લાખ પાઉન્ડ એટલે કે લગભગ એક કરોડ રૂપિયામાં વેચાઈ હોવાનુ જાણવા મળ્યુ છે. ઓક્શન હાઉસ દ્વારા તલવાર ખરીદનારાનુ નામ ખાનગી રાખવામાં આવ્યુ છે. ઈલિયટ ફેમિલી આ રકમનો ઉપયોગ પોતાની એસ્ટેટના સમારકામ માટે કરશે. 

એવુ મનાય છે કે, ઈઝરાયેલ હમાસ વચ્ચેના વોર અને ઉંચા વ્યાજદરોના કારણે તલવાર માટે વધારે રકમ આપવા માટે કોઈ તૈયાર નહોતુ થયુ અને તેના કારણે આખરે ઓછા ભાવે હરાજીમાં તલવાર વેચવાની ફરજ પડી હતી. 


Google NewsGoogle News