Get The App

ચૂંટણીમાં ચેડાંના ડરથી ગભરાયેલું અમેરિકા ભારતના નક્શેકદમ પર! ચાઈનીઝ એપ પર મૂકશે પ્રતિબંધ

આ અંગે બિલ લાવીને તેના પર મતદાન કરવાની તૈયારી કરી લીધી છે

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
ચૂંટણીમાં ચેડાંના ડરથી ગભરાયેલું અમેરિકા ભારતના નક્શેકદમ પર! ચાઈનીઝ એપ પર મૂકશે પ્રતિબંધ 1 - image

image : Twitter



TikTok ban News | ભારત બાદ હવે અમેરિકામાં પણ ચાઈનીઝ એપ TikTok માટે ખરાબ દિવસો શરૂ થવાના છે. કારણ કે, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ અંગે એક બિલ થોડા દિવસ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું જેના પર હવે મતદાન કરાશે.

ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ચોંકાવનારો દાવો 

આ એપ્લિકેશનને લઈને અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચાઈનીઝ એપનો ઉપયોગ અમેરિકામાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે થઈ શકે છે. યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર એવરિલ હેન્સે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ઈન્ટેલિજન્સ કમિટી સમક્ષ કહ્યું કે ચીન 2024ની અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે સોશિયલ મીડિયા એપ TikTokનો ઉપયોગ કરી શકે છે. 

સાંસદના સવાલ પર મળ્યો આ જવાબ 

આ ચાઈનીઝ એપ્સ  સામે ઘણીવાર યુઝર્સના ડેટાને ચીન સાથે શેર કરવાનો આરોપ લાગ્યો છે. આ જ કારણ હતું કે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડેમોક્રેટિક સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ એ સવાલ કર્યો હતો કે શું ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) ચૂંટણીને પ્રભાવિત કરવા માટે TikTokનો ઉપયોગ કરશે? તેના જવાબમાં હેન્સે કહ્યું, "અમે એ વાતને નકારી શકીએ નહીં કે CCP તેનો ઉપયોગ કરશે."

ટિકટોકને શું વિકલ્પ અપાયો? 

કૃષ્ણમૂર્તિ ચીન મુદ્દે બનાવાયેલી ગૃહની પસંદગી સમિતિમાં રેન્કિંગ ડેમોક્રેટ પણ છે, જેમણે ગત અઠવાડિયે તેમના રિપબ્લિકન અધ્યક્ષ માઇક ગેલાઘર સાથે એક બિલ રજૂ કર્યું હતું. આ મુજબ એપ્લિકેશનના ચાઇનીઝ માલિક ByteDanceને TikTok એપ વેચવા માટે લગભગ છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેનો ઉપયોગ 170 મિલિયન અમેરિકનો કરે છે. તેનો અર્થ એ છે કે તેણે કાં તો ચીન સાથેના સંબંધો તોડી નાખવા પડશે અથવા અમેરિકામાં એપ બંધ કરવી પડશે. 


Google NewsGoogle News