Get The App

અમેરિકામાં TikTok બૅન! સુપ્રીમ કોર્ટના ફરમાન બાદ 17 કરોડ યૂઝર્સની નજર હવે ટ્રમ્પ પર

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
અમેરિકામાં TikTok બૅન!  સુપ્રીમ કોર્ટના ફરમાન બાદ 17 કરોડ યૂઝર્સની નજર હવે ટ્રમ્પ પર 1 - image


TikTok Ban in USA | અમેરિકાની સુપ્રીમકોર્ટે ગઇકાલે શોર્ટ વીડિયો એપ ટિકટોક(TikTok) પરના પ્રતિબંધને યથાવત્ રાખતો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટના ફરમાન બાદ હવે ફક્ત બે દિવસમાં ટિકટોક એપ બંધ થઈ શકે છે. જેના લીધે લાખો યુઝર્સ પર અસર થશે જે મનોરંજન, ઈ-કોમર્સ અને જાહેરાત માટે આ પ્લેટફોર્મ પર આધાર રાખતા હતા. 

સુપ્રીમ કોર્ટે શું કહ્યું ચુકાદામાં? 

કોર્ટે TikTok ની પેરેન્ટ કંપની ByteDance ને આદેશ આપ્યો છે કે તે શોર્ટ વીડિયો એપ્લિકેશન કાં તો કોઈ ચીન બહારની વ્યક્તિને વેચી દે અથવા 19 જાન્યુઆરી સુધીમાં તેનું અમેરિકામાં સંચાલન બંધ કરી દે. શુક્રવારે 9 ન્યાયાધીશોના સર્વસંમતિથી આપેલા ચુકાદા પર અમેરિકન કોંગ્રેસ અને અમેરિકાના ન્યાય વિભાગના સભ્યોએ બહુમત સાથે સંમતિ દર્શાવી હતી જેમાં લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્લિકેશનને "અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો" ગણાવાઈ હતી. 

ટ્રમ્પ પર સૌની નજર.. 

અમેરિકામાં ટિકટોક એપનો ઉપયોગ લગભગ 17 કરોડ યુઝર્સ કરે છે. 19 જાન્યુઆરી બાદ હવે આ એપ ડાઉનલોડ માટે ઉપલબ્ધ નહીં હોય. જોકે હજુ સ્પષ્ટ નથી કે સંભવિત પ્રતિબંધ કેટલા સમય સુધી લાગુ રહેશે કેમ કે નવા ચુંટાયેલા પ્રમુખ ટ્રમ્પ પદ સંભાળવાની તૈયારીમાં છે ત્યારે તેમણે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે અમેરિકામાં ટિકટોક એપ ચાલુ રાખવા કોઇ રાજકીય સમાધાન શોધવાનો પ્રયાસ કરીશ. 

અમેરિકામાં TikTok બૅન!  સુપ્રીમ કોર્ટના ફરમાન બાદ 17 કરોડ યૂઝર્સની નજર હવે ટ્રમ્પ પર 2 - image





Google NewsGoogle News