Get The App

હાથ-પગ બાંધી માર માર્યો: ઉંધે માથે લટકાવ્યા : ગાઝામાં હમાસ પોતાના લોકો પર જ ત્રાસ ગુજારે છે

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
હાથ-પગ બાંધી માર માર્યો: ઉંધે માથે લટકાવ્યા : ગાઝામાં હમાસ પોતાના લોકો પર જ ત્રાસ ગુજારે છે 1 - image


- ઇઝરાયલી આર્મીએ હમાસની ક્રૂરતાનો પોણો કલાકનો વિડીયો રજૂ કર્યો : જેમાં હમાસની પોતાના લોકો પરની ક્રૂરતા દેખાય છે

તેલ-અવીવ : ઇઝરાયલ- હમાસ વચ્ચેનું યુદ્ધ ખત્મ થવાનું નામ નથી લેતું ગત વર્ષની ૭મી ઑક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં હજી સુધીમાં ૪૪ હજારના જાન ગયા છે તેવામાં ઇઝરાયલી આર્મીએ હમાસની ક્રૂરતાનું ફૂટેજ દર્શાવતો વિડીયો વાયરલ કર્યો છે તેમાં હમાસના નેતાઓ તેમના જ માણસોને (પેલેસ્ટાઇનીઓને) હાથે પગ બેડીઓ બાંધી ઢોર માર મારતા દેખાય છે તે પછી ઉંધે માથે લટકાવી તેમને માર મારતા દેખાય છે.

એક વિડીયોમાં તો માણસોને બોરીમાં બાંધી દેતા પણ જોવા મળે છે તે પછી પૂછપરછ દરમિયાન તેમની પીટાઈ કરતા જોવા મળે છે.

આ વિડીયો વાયરલ કરતા ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'હમાસ માટે માત્ર ઇઝરાયલ જ નહીં, ગાઝામાં રહેતા પોતાના જ લોકોને તેઓ દુશ્મન માને છે. જે આ વિડિયોમાં જોઈ શકાય છે. તેમની ક્રૂરતા છતી થઈ ગઈ છે.'

ઇઝરાયલી સૈન્યે એક નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ગાઝામાં ૨૦૧૮ અને ૨૦૨૦ દરમિયાન મેળવેલા આ ફૂટેજ અમે ગાઝા પટ્ટીમાં આવેલા જબાલિયા સ્થિત હમાસના પૂર્વેના મથકમાંથી મળી આવ્યો છે. આઇડીએફ (ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ) કહે છે કે, આ વિડીયો હમાસનો અસલી ચહેરો દર્શાવે છે.


Google NewsGoogle News