તિબેટ એક અલગ દેશ છે : કોની સાથે રહેવું તે નિશ્ચિત કરવાનો તેને અધિકાર છે
- કેનેડાની સંસદમાં પસાર થયેલો પ્રસ્તાવ
- તિબેટ ઉપર 7 દશકોથી અને પૂરેપૂરો કબ્જો જમાવી દીધો છે : તેના ધર્મગુરૂ દલાઈલામા અને હજ્જારો તિબેટીઓ ભારત આવી વસ્યા છે
નવી દિલ્હી : કેનેડાની સંસદના નીચલા ગૃહે-હાઉસ-ઓફ-કોમ-સે એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તિબેટ એક અલગ દેશ છે, કોની સાથે રહેવું તે નિશ્ચિત કરવાનો તેને અધિકાર છે. તિબેટ ઉપર છેલ્લા ૭ દશકથી વધુ સમયથી અને તેની ઉપર કબ્જો જમાવી દીધો છે. તે ''વન-ચાયના-પોલિસી'' નીચે તિબેટને પોતાનો જ ભાગ માને છે. જે તિબેટની જનતાને સ્વીકાર્ય નથી પરંતુ ચીનની સેનાના દબાણને લીધે તિબેટના સર્વોચ્ચ ધર્મગુરૂ દલાઈલામા તેમજ હજ્જારો તિબેટીઓ ભારત આવી વસ્યા છે. તેટલું જ નહીં પરંતુ તેઓએ ''આરઝી હકુમત'' (ગવર્નમેન્ટ ઈન એક્સાઈલ) પણ રચી છે. ભારતનો-ભારતીયોનો- તેને ગુપ્ત રીતે ટેકો પણ છે, તેમ કહેવાય છે.
કેનેડાના સાંસદ એલેક્સી-બુ્રનેલે-ડયુસેબેએ આ પ્રસ્તાવ રજુ કર્યો હતો જે સોમવારે પસાર પણ કરવામાં આવ્યો હતો. જોકે પ્રસ્તાવ રજુ થયો ત્યારે વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોગૃહમાં ઉપસ્થિત ન હતા. અન્ય સાસંદ જૂબી વિગ્નોલાએ 'એક્સ' પર લખ્યું. ''આજે એક વર્ષની ચર્ચા પછી તે પ્રસ્તાવ સર્વ સંમતિથી પસાર કરાયો, તે આનંદની વાત છે.'' તેમાં કહેવામાં આવ્યું છે કે ''પોતાના વિષે નિર્ણય લેવાનો તિબેટને પોતાને જ અધિકાર છે.'' તેટલું નહીં પરંતુ તે પ્રસ્તાવમાં લખવામાં આવ્યું છે કે દલાઈલામાના ઉત્તરાધિકારીની પ્રક્રિયામાં દખલ કરવામાં અમે તિબેટીઓને પુરેપુરી મદદ કરીશું.
૧૯૫૦માં તિબેટ ઉપર ચીને કબ્જો જમાવી દીધો હતો. તે સંદર્ભે કેનેડાના એક સાંસદે કહ્યું હતું કે આ પ્રસ્તાવ અત્યંત મહત્વનો છે. માનવ-અધિકારોની રક્ષા માટે તે અનિવાર્ય છે. આ પ્રસ્તાવને કાયમ માટે સરકારી રેકોર્ડમાં રાખવો જ જોઈએ.