તિબેટમાં 6.8 ની તીવ્રતાના ભૂકંપ બાદ ચીનનો મોટો નિર્ણય, માઉન્ટ એવરેસ્ટને જોડતા રસ્તા કર્યા બંધ
Earthquake Update: ચીને મંગળવારે તિબેટ સ્વાયત્ત વિસ્તાર ડિંગરી કાઉન્ટીમાં 6.8 ની તીવ્રતાના ભૂકંપ બાદ પોતાના પ્રવાસીઓ માટે માઉન્ટ એવરેસ્ટના પોતાના ભાગનો વિસ્તાર બંધ કરી દીધો છે. આ વિસ્તાર માઉન્ટ ક્યૂમોલંગમા નામે પણ જાણીતો છે. ડિંગરી વિશ્વના સૌથી ઊંચા શિખરનું બેઝ કેમ્પનું ઘર છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં સવારે 9:05 (ચીનના સમય અનુસાર) વાગ્યે ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. જોકે, સ્ટાફ અને પ્રવાસી તમામ સુરક્ષિત છે.
આ પણ વાંચોઃ તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા, 53 લોકોના મોત: ભારતમાં પણ થઈ અસર
90 થી વધુ લોકોના મોત
પ્રાદેશિક આપત્તિ રાહત મુખ્યાલય અનુસાર, ભૂકંપના કારણે 95 લોકોની મોત થઈ હતી. જોકે, 130 લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, દર્શનીય વિસ્તારમાં ઈમારતો અને હોટેલને નુકસાન પહોંચ્યું છે. સ્થિત ચીની એકેડેમી ઑફ સાયન્સનું વાયુમંડળ અને પર્યાવરણીય સંશોધન માટેનું ક્યૂમોલંગમા સ્ટેશનને પાવર કટનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં તમામ સુવિધાઓ બહેતર સ્થિતિમાં છે.
ચીની-નેપાળની સીમા પર સ્થિત માઉન્ટ ક્યૂમોલંગમાની ઊંચાઈ 8,840 મીટર છે. તેનો ઉત્તરી વિભાગ તિબેટમાં ફેલાયેલો છે, જેને ચીન જિજૈંગ કહેવાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ડિંગરીનું તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસથી લઈને 0 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. ચીની વિસ્તારમાં સ્થિત માઉન્ટ ક્યૂમોલંગમામાં ગત વર્ષે 2024માં 13,764 પ્રવાસીઓ ફરવા આવ્યા હતાં. આ 2023માં નોંધાયેલા આંકડાથી બમણા હતાં. અહીં મુખ્યત્વે સિંગાપુર, મલેશિયા, જર્મની અને ફ્રાન્સથી પ્રવાસીઓ આવે છે.