Get The App

અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને ત્રણ વર્ષ પૂરા, જાણો ત્યાં મહિલાઓ-બાળકોની કેવી છે સ્થિતિ?

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને ત્રણ વર્ષ પૂરા, જાણો ત્યાં મહિલાઓ-બાળકોની કેવી છે સ્થિતિ? 1 - image


Three Years Of Taliban's Rule In Afghanistan: ભારત આજે 15 ઓગસ્ટ 2024આ રોજ જયારે પોતાની 78મી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. તે જ સમયે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરીથી સત્તા પ્રાપ્ત કર્યાને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે. તાલિબાને સત્તામાં આવ્યા બાદ ઘણાં વચનો આપ્યા હતા અને દાવો કર્યો હતો કે આ વખતે તેમનું શાસન પહેલી વખત કરતા અલગ હશે. પરંતુ વાસ્તવિકતા શું છે? ચાલો જાણીએ...

હાલમાં અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા સંઘર્ષમાંથી પસાર થઇ રહી છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગી રહ્યું છે અને ગરીબી લોકોના જીવ લઇ રહી છે. પરંતુ આનાથી તાલિબાનને કોઈ ફરક પડતો નથી. તેમના પહેલા નિયમની જેમ આ વખતે પણ તાલિબાન શાસનમાં લોકોને કોરડા મારવાની અને પથ્થરમારો કરીને મૃત્યુદંડ આપવાની સજા અપાઈ રહી છે, મહિલાઓને શાળા, કોલેજમાં અને કામ પર જવામાં રોકવામાં આવી રહી છે.તાલિબાન સતામાં આવ્યા બાદ મહિલાઓ માટે એકલા મુસાફરી કરવી અને જાહેર સ્થળોએ અન્ય મહિલાઓ સાથે જવું મુશ્કેલ બની ગયું છે. તેમને માથાથી પગ સુધી બુરખો પહેરવો પડે છે. જો તેમની સાથે કોઈ પુરુષ હોય તો જ તે બહાર જઈ શકે છે. જો કે, આ બધા નિયમો વિદેશી મહિલા પ્રવાસીઓને લાગુ પડતા નથી. મહિલા પ્રવાસીઓ સશસ્ત્ર તાલિબાન લડવૈયાઓ સાથે ફોટો પણ ખેંચાવતા હોય છે.

તાલિબાન નવી વ્યુહનીતિ અપનાવી રહ્યા છે

જો કે આ બધાથી દુનિયાનું ધ્યાન હટાવવા માટે તાલિબાન નવી વ્યુહનીતિ અપનાવી રહ્યા છે. તે 90ના દાયકાના ક્રૂર અફઘાનિસ્તાનના બદલે હવે 'સુંદર' અફઘાનિસ્તાન બતાવી રહ્યા છે. હકીકતમાં તાલીબાન અફઘાનિસ્તાનમાં પ્રવાસીઓને આકર્ષવા અને તેમની સંખ્યામાં વધારો કરવા માટે યુટ્યુબર્સ અને ટ્રાવેલ ઇન્ફ્લુએન્ઝરને આકર્ષી રહ્યા છે. તાલીબાન ટ્રાવેલ ઇન્ફ્લુએન્ઝરને 12 દિવસ માટે 1.5 લાખથી 13 લાખ સુધીના ટૂર પેકેજ પર 50% ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. આ બધાની સાથે ટૂર ગાઈડ ફરજીયાત હોય છે. જેઓ તેમને શું કરવું, ક્યાં જવું ક્યાં નહીં તે કહેતા રહે છે. કઈ જગ્યાએ વિડીયો ઉતારવો કઈ જગ્યાએ નહિ. જેથી પ્રભાવિત થઇ અનેક યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્ઝર તાલિબાન શાસનની પ્રશંસા કરતા વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. અને મોટા ભાગના વ્લોગરની સ્ટોરી પણ એક જેવી જ હોય છે. તમામ ઇન્ફ્લુએન્ઝર અફઘાનિસ્તાનને એક સુરક્ષિત સ્થળ તરીકે દર્શાવે છે અને તાલિબાનને આવકારદાયક ગણાવે છે. તે લોકોને અફઘાનિસ્તાન અંગે જે મીડિયામાં બતાવાઈ રહ્યું છે તેના પર વિશ્વાસ ન કરવાની અપીલ પણ કરે છે.

આ પણ વાંચો: બંગબંધુ નહીં ઈસ્લામિક ઈતિહાસ, હસીનાને જેલ...: બાંગ્લાદેશમાં હવે નવી માંગણીઓ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન

અફઘાનિસ્તાનમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો 

વર્ષ 2021માં તાલિબાને સતા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે, ઘણાં લોકો વિશ્વના અનોખા અને ખતરનાક સ્થળોની મુસાફરી કરવામાં રસ ધરાવતા હોય છે. વર્ષ 2021માં માત્ર 691 અને ટે વધીને વર્ષ 2022 માં 2,300 વિદેશી પ્રવાસીઓએ અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી. જો કે અમેરિકા સહિત વિશ્વના ઘણાં દેશોએ પોતાના નાગરિકોને અફઘાનિસ્તાન ન જવાની સલાહ આપી છે. અફઘાનિસ્તાનની એકમાત્ર ફાઈવ સ્ટાર હોટેલ 'ધ સેરેના'માં ઘણાં મહિનાઓ પછી ફરી એકવાર વિદેશી મહિલાઓ માટે પોતાનું મહિલા સ્પા અને સલૂન ખોલ્યું છે.

અનેક હથકંડા અપનાવી રહ્યા છે તાલિબાન 

હકીકતમાં તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માટે અનેક હથકંડા અપનાવી રહ્યા છે. નકારાત્મક ધારણાઓ અને પોતાની સામે લાગતા આરોપોનો સામનો કરવા માટે તાલિબાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ(અગાઉ ટ્વીટર) ,યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પ્રોપોગેંડા ચલાવી રહ્યા છે. અફઘાનિસ્તાનના ઐતિહાસિક સુંદર સ્થળોની તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને તાલિબાન કરી રહ્યા છે કે તેમના સાશનમાં સ્થિરતા, શાંતિ અને જનજીવન સામાન્ય થઇ ગયું છે.

કોઈ મૂળભૂત બદલાવ આવ્યો નથી

અફઘાનિસ્તાનની સતા પર બેઠેલા તાલીબાની શાસનમાં કોઈ મૂળભૂત બદલાવ આવ્યો નથી, કે જેથી કહી શકાય કે અહીંના નાગરિકોના જીવનમાં બદલાવ આવ્યો હોય. તાલીબાન આવ્યા પછી પણ અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ સુધરી નથી. ટે હાલમાં કંગાળ થઈ ગયું છે. તો બીજી તરફ માનવ અધિકાર, મહિલા શિક્ષણ, લોકતંત્ર કે પછી રૂઢીવાદી ધાર્મિક કટ્ટરતા આ બધાં પાસાઓ પર તાલીબાન કોઈ પણ પરિવર્તન કરવામાં ઈચ્છુક નથી.   



Google NewsGoogle News