અમેરિકાના કારણે 3 લાખ સૈનિકોના જમીની આક્રમણને ઈઝરાયેલે રોકી રાખ્યુ છે

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
અમેરિકાના કારણે 3 લાખ સૈનિકોના જમીની આક્રમણને ઈઝરાયેલે રોકી રાખ્યુ છે 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, તા. 24 ઓક્ટોર 2023

હમાસ સાથે યુધ્ધ વચ્ચે ઈઝરાયેલ છેલ્લા કેટલાક દિવસોથી ગાઝા પટ્ટી પર જમીની આક્રમણની ધમકી આપી રહ્યુ છે પણ હજી સુધી તેણે પોતાની ધમકી પર અમલ કર્યો નથી.

અત્યારે બોર્ડર પર ત્રણ લાખ ઈઝાયેલી સૈનિકો સ્ટેન્ડબાય ઉભા છે અને આખી દુનિયા અધ્ધરશ્વાસે આ સ્થિતિને નિહાળી રહી છે. જોકે એવુ જાણવા મળ્યુ છે કે, અમેરિકાએ ઈઝરાયેલને ગાઝા પટી પર આક્રમણ નહીં કરવાની સલાહ આપી છે. સાથે સાથે પેલેસ્ટાઈન સાથે વાટાઘાટો કરવા માટે કતારને મધ્યસ્થી તરીકે રાખવા માટે પણ શિખામણ આપી છે.

અમેરિકા હમાસે બંધક બનાવેલા મહત્તમ લોકોના છુટકાર માટે અને આ યુધ્ધ અન્ય દેશો સુધી ના પહોંચે તે માટે પ્રયત્ન કરી રહ્યુ છે.

સાથે સાથે અમેરિકા એવુ પણ માની રહ્યુ છે કે, ઈઝરાયેલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે.

અમેરિકાનુ ફોકસ હમાસે બંધક બનાવેલા મહત્તમ નાગરિકોને છોડાવવાનુ છે. હમાસે સોમવારે વધુ બે બંધકોને છોડી મુકયા છે.જોકે હમાસના કબ્જામાં હજી પણ 200થી વધારે લોકો હોવાનુ મનાઈ રહ્યુ છે.


Google NewsGoogle News