જોર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકના મોત, 25 જવાનો ઈજાગ્રસ્ત

જોર્ડનમાં એક નાની અમેરિકન ચેકપોસ્ટ પર આખી રાત ડ્રોન હુમલા

ઈરાક-સીરિયામાં અમેરિકન અને ગઠબંધન દળો પર કુલ 158થી વધુ હુમલા

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
જોર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકના મોત, 25 જવાનો ઈજાગ્રસ્ત 1 - image


Drone Attack in Jordan : જોર્ડનમાં એક નાની અમેરિકન ચેકપોસ્ટ પર આખી રાત ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા બે ડઝન સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે અમેરિકાએ સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર નિવેદન જાહેર કર્યું

અમેરિકન અધિકારીઓએ સીએનએનને કહ્યું કે, ગાઝા યુદ્ધની શરૂઆત બાદ પ્રથમવાર મધ્ય પૂર્વમાં દુશ્મનના ગોળીબારમાં અમેરિકન સૈનિકોના મોત (American Soldiers Killed) થયા છે. સીએનએને જણાવ્યું કે, યુએસ સેન્ટ્રલ કમાન્ડના સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરાઈ છે કે, ઉત્તર-પૂર્વ જોર્ડનમાં એક બેઝ પર એકતરફી ડ્રોન હુમલા કરાયા છે, જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા છે અને 25 ઈજાગ્રસ્ત થયા છે.

જોર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકના મોત, 25 જવાનો ઈજાગ્રસ્ત 2 - image

ફોર્સ પર અત્યાર સુધીમાં 158થી વધુ હુમલા

ઈરાક અને સીરિયામાં અમેરિકન અને ગઠબંધન દળો પર શુક્રવાર સુધીમાં 158થી વધુ હુમલા થયા છે. અધિકારીઓએ ડ્રોન, રૉકેટ અને મિસાઈલના સતત હુમલાને નિષ્ફળ બનાવ્યા છે, કારણ કે આ તમામ હુમલામાં કોઈપણ ઈજાગ્રસ્ત થયું નથી અને માળખાને પણ નુકસાન થયું નથી.

અમેરિકન અધિકારીઓ દ્વારા વારંવાર નિવેદન અપાયું છે કે, ‘અમે ઈચ્છતા નથી કે, મધ્ય પૂર્વમાં વધતા તણાવથી ક્ષેત્રીય યુદ્ધ શરૂ થાય.’ પેન્ટાગોનની નાયબ પ્રેસ સચિવ સબરીના સિંહના જણાવ્યા મુજબ ‘ઈરાની પ્રતિનિધિઓ અમેરિકન સેના પર હુમલા વધારતા હોય, તેવું પેન્ટાગોન માની રહ્યું નથી.’


Google NewsGoogle News