પેરિસના જગવિખ્યાત લોવર મ્યુઝિયમ અને વર્સાય પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
પેરિસના જગવિખ્યાત લોવર મ્યુઝિયમ અને વર્સાય પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 1 - image


Image Source: Twitter

પેરિસ, તા. 15 ઓક્ટોબર 2023

ફ્રાંસની રાજધાની પેરિસમાં આવેલા ખ્યાતનામ લોવર મ્યુઝિયમ અને વર્સાય પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાયા બાદ ભારે અફરા તફરી મચી ગઈ હતી.

આ ધમકી મળ્યા બાદ શનિવારે આ બંને સ્થળોને ખાલી કરાવવામાં આવ્યા હતા અને પોલીસે મ્યુઝિયમમાં ચેકિંગ પણ કર્યુ હતુ.

ફ્રાંસમાં એક કટ્ટરવાદી વ્યક્તિ દ્વારા સ્કૂલમાં ચાકુ વડે કરાયેલા હુમલામાં એક શિક્ષકનુ મોત થયા બાદ ભારે તનાવ છે અને સિક્યુરિટી એલર્ટ જાહેર કરાયેલુ છે. આ પ્રકારના માહોલમાં મ્યુઝિયમ અને પેલેસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ પોલીસે તરત જ આ બંને સ્થળો પર પહોંચીને તેને ખાલી કરાવવાનુ શરુ કર્યુ હતુ.

લુવર મ્યુઝિયમમાં ખતરાની સાઈરન વગાડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મ્યુઝિયમમાંથી પર્યટકો બહાર ભાગતા હોય તેવો વિડિયો પણ સામે આવ્યો છે.

ફ્રાંસનુ લોવર મ્યુઝિયમ આખી દુનિયામાં વિખ્યાત છે. ચિત્રકાર દા વિન્ચીનુ ખ્યાતનામ મોનાલિસા પેઈન્ટિંગ પણ આ જ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યુ છે. મ્યુઝિયમને જોવા માટે રોજ 40000 જેટલા પ્રવાસીઓ આવે છે.

ફ્રાંસમાં એમ પણ પેલેસ્ટાઈન સમર્થકો દ્વારા કાઢવામાં આવેલી રેલીઓના કારણે તનાવ છે અને તેમાં સ્કૂલમાં કટ્ટરવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાથી સરકારે દેશમાં 7000 સૈનિકોની તૈનાતી કરી છે.



Google NewsGoogle News