ઈમરાન ખાનની જાનને ખતરો : કોર્ટમાં હાજર ન થયા : તેમના પૂર્વ સલાહકાર પર એસિડથી હુમલો

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ઈમરાન ખાનની જાનને ખતરો : કોર્ટમાં હાજર ન થયા : તેમના પૂર્વ સલાહકાર પર એસિડથી હુમલો 1 - image


- અદીયાલા જેલ પ્રશાસને જ કોર્ટને જણાવ્યું કે તેમની ઉપર જાનનો ખતરો છે : ઇમરાનના પૂર્વ સલાહકાર પર યુકેમાં એસિડ ફેંકાયો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં અદિયાલા જેલમાં સજા ભોગવતા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. સાઈફર-કેસમાં તેઓને આજે (૨૮ નવેમ્બરે) કોર્ટમાં હાજર થવા કહેવામાં આવ્યું હતું. પરંતુ જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની સામે જાનનું જોખમ તોળાઈ રહ્યું હોવાથી તેઓને અંધીય અદાલતમાં અમે હાજર કરી શકીએ તેમ નથી.

આ માહિતી આપતાં, પાકિસ્તાનનું વર્તમાન પત્ર ડોન વધુમાં જણાવે છે કે, ઇમરાનખાનના સલાહકાર પદે પૂર્વે રહેલા મિર્ઝા શહજાદ અકબર ઉપર એસીડ હુમલો થયો હતો. તેઓ પોતાનાં ઘરની બહાર નીકળતા હતા ત્યારે તેમના ઉપર એસિડની બોટલ ફેંકાઈ હતી પરંતુ તેમાં તેઓ બાલ-બાલ બચી ગયા હતા. અકબર ઉપર થયેલા એસિડ હુમલા અંગે બીવીસી જણાવે છે કે, અકબર યુકેમાં તેઓનાં મકાનમાંથી બહાર નીકળતા હતા ત્યારે તેના ઉપર એસીડની બોટલ ફેંકાઈ હતી. પરંતુ તેઓ બચી ગયા હતા. પોલીસ તે ઘટના અંગે તપાસ કરી રહી છે.

ગત સપ્તાહે સાઈફર કેસની સુનાવણી દરમિયાન એફજેસીની વિશેષ કોર્ટના ન્યાયમૂર્તિ, અબુ-અલ-હસનન ઝુલ્ફાકારની ૨૮મી નવેમ્બરે કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો, પરંતુ ઈમરાનખાનને સલામતિનાં કારણોસર અદિયાલ જેલના અધિકારીઓ તેમને કોર્ટમાં હાજર કરી શક્યા ન હતા.

વાસ્તવમાં ઈમરાનખાન અને તેમના સહયોગી શાહ મહેમુદ કુરેશી બંને અત્યારે જેલમાં છે. તે બંનેને સાઇફર કેસમાં ૨૩ ઓક્ટોબરે દોષિત ઠરાવ્યા હતા. બંને ઉપર આદિયાલ જેલમાં જ કેસ ચાલ્યો હતો. ચાર સાક્ષીઓએ પહેલાં પોતાની જુબાની આપી દીધી હતી. પરંતુ પાંચમાં સાક્ષીએ ગડબડ કરતા જવાબો આપતાં સમગ્ર કોર્ટ કાર્યવાહી જ રદ્દ કરવા ઈસ્લામાબાદ હાઈકોર્ટે હુકમ કર્યા પછી હવે કેસ ઇસ્લામાબાદ સ્થિત ફેડરલ કોર્ટમાં શરૂ થયો છે.


Google NewsGoogle News