નેતાન્યાહૂની અમેરિકાની મુલાકાત અને તેના દ્વારા ઈઝરાયલને અપાતી શસ્ત્ર સહાય સામે હજ્જારોના દેખાવો

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
નેતાન્યાહૂની અમેરિકાની મુલાકાત અને તેના દ્વારા ઈઝરાયલને અપાતી શસ્ત્ર સહાય સામે હજ્જારોના દેખાવો 1 - image


- હું નેતાન્યાહૂને શુક્રવારે મળીશ : ડોનાલ્ડ ટ્રમ્પ

- નેતાન્યાહૂ બુધવારે અમેરિકાની સંસદની સંયુક્ત સભાને સંબોધે તે પહેલાં કોંગ્રેસ ઓફીસ સમક્ષ સેંકડોના ધરણા : ધરપકડ પણ વહોરી

વોશિંગ્ટન : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ સોમવારે અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે અહીં આવી પહોંચ્યા છે. તેઓ પ્રમુખ જો બાયડેનને મળવાના છે, અને બુધવારે અમેરિકાની સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધવાનાં છે. તે પૂર્વે કોડીબંધ દેખાવકારોએ સોમવારે જ નેતાન્યાહૂ જ્યાં ઉતર્યા છે, તે હોટેલની સમક્ષ ભારે દેખાવો યોજ્યા હતા. મંગળવારે સેંકડો દેખાવકારોએ કોંગ્રેસના પ્રતિનિધિ સભ્યો માટેનાં મકાનની સામે ધરણા યોજ્યાં હતા, તેઓને ત્યાંથી હઠી જવા પોલીસે વારંવાર કહ્યા પછી અનેકની ધરપકડ કરી હતી.

જ્યુઈશ-વોઇસ-ઓફ-પીસ નામક સંસ્થાના સભ્યોએ પણ ગોળાકાર કેપિટોલ બિલ્ડીંગ ફરતા બેસી જઈ ધરણા શરૂ કરી દીધા હતાં તેમાં અનેક યહૂદીઓ પણ હતા, તેઓ 'જ્યુઈશ-વોઇસ-ફોર-પીસ' સંસ્થાના સભ્યો હતા. તે સર્વે લાલ ટી શર્ટસ પહેર્યાં હતાં જેની ઉપર લખાયેલું હતું. 'નોટ-ઈન-અવર-નેઇમ' (અમે તેવી (હત્યાકાંડની) સાથે નથી. સાથે સૂત્રોચ્ચારો કરતા હતા. 'ગાઝાને જીવવા દો' સૂત્રોચ્ચારો કરતી વખતે તેઓ તાળીઓ પાડતા હતા. અર્ધા કલાક જેટલા સમય સુધી આ પ્રવૃત્તિ ચાલી રહી. સંસદના માર્શલ્સે વારંવાર તેમ ન કરવા કહ્યું છતાં તેઓ અટક્યા નહીં તેથી છેવટે તેમની ધરપકડ કરવામાં આવી અને હાથ પટ્ટીથી પાછળની બાજુએ બાંધી દીધા.

આ દેખાવોમાં જોડાયેલી એક મહિલા સૌગારટીઝ ન્યૂયોર્કમાંથી છેક વોશિંગ્ટન સુધી તેની બંને પુત્રીઓ સાથે પહોંચી હતી. તેણે કહ્યું કે એક સમયે હું ગાઝામાં જ હતી, અને મેં જોયું કે કેવો વિનાશ થઈ રહ્યો છે. જોકે પોલીસે તેઓની પણ ધરપકડ કરી હતી છતાં તેણે કહ્યું આવું ફરી ન બને તેનો અર્થ તે પણ છે કે આવું કોઈની ઉપર ન બનો.

આ દેખાવકારો ઈઝરાયલને અપાતી શસ્ત્ર સહાય તુર્તજ બંધ કરવા માગે છે, તેઓ કહે છે, 'અમે નેતાન્યુહૂ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં જ નથી તેઓ તો માત્ર 'રોગ'ની બાહ્ય નીશાની છે.' જ્યારે ઈઝરાયલને શસ્ત્રો અપાઈ રહ્યાં છે ત્યારે યુદ્ધ વિરામની વાતો કરનારા જ વાહીયાત છે. જોકે કેટલાની ધરપકડ કરવામાં આવી હતી તેની સંખ્યા જાણી શકાઈ નથી.

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ નેતાન્યુહૂને શુક્રવારે મળવાના છે. તે પૂર્વે ઈઝરાયલી વડાપ્રધાન પેન્ટાગોનના વરિષ્ઠ અધિકારીઓને પણ ગુરૂવારે મળવાના છે.

નિરીક્ષકો કહે છે કે જેને જે કહેવું હોય તે કહે પરંતુ હવે તે સ્પષ્ટ બનતું જાય છે કે, ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્કમાંથી આરબોને (પેલેસ્ટાઇનીઓને) કાઢી મુકવા માટે અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો કટિબદ્ધ છે. 'યુદ્ધ વિરામ' અને 'શાંતિ' રાખો, 'શાંતિ' રાખોના એલાનો તો બહારના દેખાવો છે. ગાઝાપટ્ટ અને વેસ્ટ-બેન્કમાંથી આરબોને કાઢી પશ્ચિમનું જગત મધ્ય-પૂર્વમાં દાખલ થવાનું તેમનું 'ફૂટ-બોર્ડ' (ઈઝરાયલ) મજબૂત બનાવવા 'શપથબદ્ધ' છે. તેમાં જો ટ્રમ્પ પ્રમુખ બનશે (જે સંભાવના પૂરેપૂરી છે) તો મધ્ય-પૂર્વ અને પૂર્વમાં તાઈવાનમાં 'ન થવાની થશે તેમાં મીન-મેખ' નથી.


Google NewsGoogle News