પાકિસ્તાન : ઈદનો લાભ લેવા માટે કરાંચીમાં ચાર લાખ ભીખારીઓ ઉમટી પડતા લોકો પરેશાન

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન : ઈદનો લાભ લેવા માટે કરાંચીમાં ચાર લાખ ભીખારીઓ ઉમટી પડતા લોકો પરેશાન 1 - image

image : Twitter

Beggars in Karachi Pakistan : પાકિસ્તાનમાં પણ ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બજારમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કરાચી શહેરના સત્તાધિશોને એક અલગ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. રમજાન મહિનો અને ઇદના તહેવાર નિમિત્તે દેશની નાણાકીય રાજધાની કરાચીમાં હજારો ભીખારીઓએ ગામો નાખ્યો છે. જેના કારણે શહેરના બજારોથી માડી મુખ્ય રસ્તાઓ ટ્રાફિક સિગ્નલ શોપિંગ મોલ તેમજ ધાર્મિક સ્થળોની બહાર મોટી સંખ્યામાં ભીખારીઓ નજરે પડી રહ્યા છે.

પાકિસ્તાનના એક અખબારે કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઇમરાન મિન્હાસના હવાલા થી કહ્યું છે કે લગભગ ત્રણથી ચાર લાખ ભીખારીઓ ઇદના તહેવાર નિમિત્તે લોકો પાસેથી પૈસા મેળવવા માટે કરાચી શહેરમાં ઉતરી પડ્યા છે. તેમનું કહેવું છે કે ભીખારીઓ અને ગુનેગારો કરાચી શહેરને એક મોટા માર્કેટ તરીકે જુએ છે. કરાચીમાં સિંધ બલુચિસ્તાન તેમજ દેશના બીજા હિસ્સામાંથી ભીખારીઓ આવતા હોય છે. ખાસ કરીને રમઝાનમાં તેમની સંખ્યા વધી જાય છે.

મિન્હાસે આગળ કહ્યું હતું કે બની શકે છે કે ભીખારીના વેશમાં ગુનેગારો પણ શહેરમાં છુપાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય છે. જો કે અત્યારના સંજોગોમાં તેમને શોધવા અઘરા છે અને એના માટે વધારે સીસીટીવી કેમેરા લગાવવાની જરૂર છે.

કરાચી શહેર વતી ગુનાખોરી થી પણ પરેશાન છે. રમજાનના મહિનામાં કરાચીમાં 6780 અપરાધી ઘટનાઓ બની છે જેમાં 20 વાહનોની લૂંટ અને 130 ચોરીના બનાવોનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે પણ  જાહેરમાં હજારો મારામારીના બનાવો બન્યા હતા. અલગ અલગ પ્રકારના અપરાધોમાં 100 થી વધારે લોકોના મોત થયા હતા. ચાલુ વર્ષે પણ આ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે.


Google NewsGoogle News