Get The App

ચીનમાં બેટ વુમન તરીકે જાણીતી છે આ મહિલા, કોરોના પાછો આવવાની આપી દીધી ચેતવણી

કોરોનાની ૪૦ થી વધુ વેરીએન્ટનો સ્ટડી કરવામાં આવ્યો હતો.

શી ઝીંગલી ચીનની વિવાદસ્પદ વુહાન લેબમાં કામ કરી ચુકી છે

Updated: Sep 26th, 2023


Google News
Google News
ચીનમાં બેટ વુમન તરીકે જાણીતી છે આ મહિલા, કોરોના પાછો આવવાની આપી દીધી ચેતવણી 1 - image


વુહાન,૨૬ સપ્ટેમ્બર,૨૦૨૩,મંગળવાર 

કોરોના એક એવો કાળ જેને માનવ સમાજને ખૂબ શિખવ્યું છે એક એવી હેલ્થ ઇમરજન્સી જેને દુનિયા લગભગ ભૂલી ગઇ છે. વર્ષ ૨૦૨૦ની શરુઆતનો સમયગાળો યાદ કરીએ છીએ ત્યારે એક ભયાનક ચિત્ર ખડું થાય છે. ચીનની વુહાન લેબમાં કામ કરનાર વૈજ્ઞાાનિક શી ઝીંગલીએ ફરી ખતરનાક કોરોનાની ચેતવણી આપી છે. ઝીંગલની માનવું છે કે કોરોનાની એક વધુ ભયંકર લહેર આવી શકે છે. 

ચીનમાં બેટ વુમન તરીકે જાણીતી છે આ મહિલા, કોરોના પાછો આવવાની આપી દીધી ચેતવણી 2 - image

ઝેંગલીએ એક સંશોધન કરીને દાવો કર્યો છે જેના આધારે  કોવિડની લહેર આવવાની શકયતા નકારી શકાતી નથી. જો કે કોવિડ લહેર કયારે આવશે તે અંગે તે અસમંજસમાં છે પરંતુ ગમે ત્યારે ફરી આગમન થઇ શકે છે. સ્ટડીમાં કોરોનાની ૪૦ થી વધુ વેરીએન્ટનો સ્ટડી કરવામાં આવ્યો હતો. જેમાંની કેટલીક પ્રજાતિઓ એવી છે જે હજુ પણ આક્રમક છે,

નવાઇની વાત તો  એ છે કે તેનું જોખમ પહેલાની સરખામણીમાં વધારે છે.કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ઝેંગલી કોરોના અંગે ખૂબજ ઉંડુ રિસર્ચ ધરાવે છે આથી તેમની વાત માનવા જેવી છે. કોરોના મહામારી દરમિયાન ઝેંગલીએ જ રિસર્ચ કરીને સાબીત કર્યુ હતું કે ચામાચીડિયાથી જ કોરોના સંક્રમણ ફેલાયું છે. જો કે આજે પણ આ બાબતે મતભેદો ચાલે છે પરંતુ ચીનમાં ઝેંગલીને બેટવુમન તરીકે ઓળખવામાં આવે છે.


Tags :