Get The App

'શેખ હસીનાની સરકાર પાડી દેવા પાછળ આ હતો માસ્ટરમાઈન્ડ...' ખુદ મોહમ્મદ યુનુસે કર્યો ઘટસ્ફોટ

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
'શેખ હસીનાની સરકાર પાડી દેવા પાછળ આ હતો માસ્ટરમાઈન્ડ...' ખુદ મોહમ્મદ યુનુસે કર્યો ઘટસ્ફોટ 1 - image


Image: Facebook

Muhammad Yunus Revelation: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલન આપમેળે થયું નહોતુ. તેનો અર્થ સ્પષ્ટ છે કે શેખ હસીનાની સરકાર પાડી દેવા પાછળ એક ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. જેના માસ્ટરમાઈન્ડની જાણકારી પોતે મોહમ્મદ યુનુસે આપી છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા આવેલા મોહમ્મદ યુનુસે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં હાજરી આપી. આ સંમેલનમાં તેમણે તે વ્યક્તિનો પરિચય કરાવ્યો જેણે શેખ હસીનાની સરકાર પાડી દેવાના ષડયંત્રને અંજામ આપ્યો.

મોહમ્મદ યુનુસે મહફૂજ આલમના વખાણ કર્યાં

મંગળવારે મોહમ્મદ યુનુસ જ્યારે ન્યૂયોર્કમાં ક્લિંટન ગ્લોબલ ઈનિશિએટિવમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના વિશેષ સહાયક મહફૂજ આલમનો પરિચય કરાવ્યો. પરિચય દરમિયાન મોહમ્મદ યુનુસે મહફૂજ આલમના ખૂબ વખાણ કર્યાં. 

તેમણે કહ્યું કે 'મહફૂજ આલમ પણ કોઈ અન્ય યુવાનની જેમ જ નજર આવે છે, જેમને તમે ઓળખી શકશો નહીં. જોકે, જ્યારે તમે તેમને કામ કરતાં જોશો તો તમે તેમને બોલતાં સાંભળશો, તો તમે દંગ રહી જશો. તેમણે પોતાના ભાષણોથી દેશના યુવાનોમાં ઉર્જાનો એક નવો સ્ત્રોત ઊભો કરી દીધો છે. મહફૂજ આલમના મગજે જ સમગ્ર આંદોલનને જન્મ આપ્યો. તેઓ વારંવાર આ વાતનો ઈનકાર કરે છે પરંતુ તેમને આ જ રીતે ઓળખવામાં આવે છે.

મોહમ્મદ યુનુસે આગળ કહ્યું, 'તેઓ જ નવા બાંગ્લાદેશનું નિર્માણ કરી રહ્યાં છે, આવો આપણે તેમની સફળતાની કામના કરીએ.' આ સંમેલનમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને પણ ભાગ લીધો હતો.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર રોકાઈ રહ્યો નથી

પાંચ ઓગસ્ટે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. તે બાદ સેનાએ બાંગ્લાદેશની જવાબદારી લીધી. સેનાએ મોહમ્મદ યુનુસની અધ્યક્ષતામાં વચગાળાની સરકારની રચના કરી. આ આંદોલન દરમિયાન બાંગ્લાદેશમાં રહેતા લઘુમતી ખાસ કરીને હિંદુઓ પર અત્યાચાર થયા. પાડોશી દેશમાં દરરોજ હિંદુઓ પર અત્યાચારની ઘટના સામે આવી રહી છે.


Google NewsGoogle News