આ દેશમાં ચાલી રહ્યો છે લગ્ન તોડાવવાનો બિઝનેસ, માર ખાવા માટે પણ એકસ્ટ્રા ચાર્જ વસુલાય છે
Image:Freepik
Wedding: વેડિંગ પ્લાનર વિશે તો સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યુ છેકે, લગ્ન તોડવાના પણ પૈસા મળતા હો? એક સ્પેનિશ વ્યક્તિએ દાવો કર્યો છે કે તે લોકોના લગ્ન તોડવા માટે સારી એવી રકમ વસૂલે છે.
એક રિપોર્ટ અનુસાર આ વ્યક્તિનું નામ અર્નેસ્ટો છે. તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. એક વીડિયોમાં તેણે જણાવ્યું કે, કેટલાક લોકો તેમના લગ્નથી ખુશ છે, જ્યારે અન્ય લોકો માટે આ એક દુઃસ્વપ્ન છે. આ નાખુશ લોકો તેના ગ્રાહકો છે. અર્નેસ્ટો લગ્નમાં પ્રવેશવા માટે 500 યુરો (અંદાજે રૂ. 46,645) ચાર્જ કરે છે.
તે લગ્નની દરેક નાની-નાની વિગતો પૂછે છે અને કોઈક રીતે લગ્ન રદ કરવા સમયસર જે તે લગ્નના સ્થળ પર પહોંચી જાય છે.આ અંગે ર્નેસ્ટોએ કહ્યું કે,વર કે વરરાજા તેની પાસે પોતાની સુખાકારી માટે આવે છે. અહેવાલ મુજબ તેની પાસે એટલા બધા ગ્રાહકો છે કે તે હંમેશા વ્યસ્ત રહે છે.
અર્નેસ્ટોએ કહ્યું કે, જો તમને શંકા હોય અને તમે લગ્ન કરવા નથી માંગતા અથવા તમને ના કહેવાની રીત નથી આવડતી. તો હવે ચિંતા ન કરશો, હું તમારા લગ્ન રદ કરાવીશ. તેના કામનું વર્ણન કરતાં, વ્યક્તિએ કહ્યું કે, તે લગ્ન સમારોહમાં પહોંચે છે અને વર કે વર સાથે સંબંધ હોવાનો ડોળ કરે છે અને તેમને તેની સાથે ભાગી જવા માટે વિનંતી કરે છે. તેમનો અભિનય એટલો સ્વાભાવિક છે કે, મોટાભાગના લગ્નો રદ થઈ જાય છે.
અર્નેસ્ટોને થપ્પડ મારવા, મુક્કા મારવા કે લાત મારવા માટે કેટલીક વધારાની ફી પણ ચૂકવવી પડે છે. “દરેક થપ્પડની કિંમત 50 યુરો (લગભગ રૂ. 4664) છે.