બાઇડેન નહીં ભારતીય મૂળના આ નેતા લડશે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી? સાંસદોએ ખોલ્યો મોરચો
Image: Facebook
US Presidential Election 2024: અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીથી પહેલા ખૂબ ઉથલ-પાથલ થઈ રહી છે. બાઈડેનની પાર્ટીમાં જ તેમના વિરુદ્ધ અવાજ ઉઠવા લાગ્યો છે. ગત દિવસોમાં જ એક સમાચાર આવ્યા હતાં કે આ વખતે બાઈડેનને રાષ્ટ્રપતિની રેસથી હટાવી શકાય તેમ છે. કમલા હેરિસને મેદાનમાં ઊભા કરવામાં આવી શકે છે. આ રિપોર્ટમાં બાઈડેનની હેલ્થનો હવાલો આપવામાં આવ્યો હતો. હવે ડેમોક્રેટિક પાર્ટીના અમુક સાંસદોએ જ નિવેદન આપ્યા છે. પાર્ટીના 5 સાંસદોએ રવિવારે કહ્યું કે 5 નવેમ્બરે થનારી અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીથી જો બાઈડેને બહાર થઈ જવું જોઈએ.
અમેરિકાના અનેક મીડિયા રિપોર્ટમાં સાંસદોના આ નિવેદનને પ્રકાશિત કરાયું છે. સાંસદોનું કહેવું છે કે 5 નવેમ્બરે થનારી ચૂંટણીના માર્ગમાં બાઈડેને પોતાને હટાવી દેવાં જોઈએ. બાઈડેનના નિરાશાજનક પ્રદર્શનને લઈને ડેમોક્રેટિક પાર્ટીએ ફોન કોલ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન જેરી નાડલર, માર્ક તાકાનો, જો મોરેલ, ટેડ લિયૂ અને એડમ સ્મિથે બાઈડેન સામે નિવેદન આપ્યા.
ટ્રમ્પ સાથે થયેલી ચર્ચામાં પોતાના પ્રદર્શનને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને એક ખરાબ રાત ગણાવી છે, કેમ કે તે બાદથી તેમની લોકપ્રિયતા રેટિંગમાં ઘટાડો આવ્યો છે. તેમની પાર્ટીએ આરોગ્ય પર સવાલ ઊભા કરી દીધા. બાઈડેને જોર આપીને કહ્યું કે તે રેસમાં રહેશે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે નવેમ્બરમાં ટ્રમ્પ સામે ચૂંટણી જીતશે. ઉચ્ચ નેતાઓનું માનવું હતું કે બાઈડેને રાષ્ટ્રપતિ પદની રેસથી બહાર થઈ જવું જોઈએ. આ મામલાની જાણકારી રાખતાં 2 લોકોના હવાલાથી સમાચારમાં જણાવાયું કે સશસ્ત્ર સેવા સમિતિના સભ્ય સ્મિથે કહ્યું કે બાઈડેનના જવાનો સમય આવી ગયો છે. 4 અન્ય સાંસદોએ પણ આ વિચાર વ્યક્ત કર્યો અને તેમનું માનવું છે કે બાઈડેન માટે આ રેસથી બહાર થઈ જવાનો સમય આવી ગયો છે.
બાઈડેન નહીં તો ટ્રમ્પ સામે તેમની ટક્કર થશે
હવે સવાલ એ પણ છે કે જો બાઈડેન રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસથી હટે છે તો તેમના સ્થાને ડેમોક્રેટિક પાર્ટીથી કોણ ઉમેદવાર હોઈ શકે છે. તેમાં સૌથી આગળ કમલા હેરિસનું નામ ચાલી રહ્યું છે. ડેમોક્રેટિક પાર્ટીમાં એ ભાવના છે કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પ સામે રેસમાં જો બાઈડેનનું સ્થાન લેવું જોઈએ. રિપોર્ટ અનુસાર કમલા હેરિસ રાષ્ટ્રપતિ જો બાઈડેનની સ્વાભાવિક ઉત્તરાધિકારી હશે, જો બાઈડેન વધતા દબાણની આગળ ઝૂકી જાય છે અને 2024ની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પોતાનું પદ છોડી દે છે તો કમલા હેરિસને આગળ વધારવામાં આવશે.