Get The App

આ ગોલ્ડન પથ્થર 1200 વર્ષથી આધાર વગર અડીખમ, 25 ફૂટ ઉંચો અને 50 મીટર પહોળો

ગુરુત્વાકર્ષણ બળની વિરુધ આ પથ્થર બેસાડેલો છે તે કોઇ સમજી શકતું નથી

આ ચમત્કારિક પથ્થરને ગોલ્ડન રૉક નામ આપવામાં આવ્યું છે

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
આ ગોલ્ડન પથ્થર 1200 વર્ષથી આધાર વગર  અડીખમ, 25 ફૂટ ઉંચો અને 50 મીટર પહોળો 1 - image


યાગોંન, 23 ઓકટોબર,2024,બુધવાર 

પાડોશી દેશ મ્યાનમારમાં ૨૫ ફૂટ ઉંચો અને ૫૦ મીટર પહોળો પથ્થર છે જે સદીઓથી ઢાળ પર ટકી રહયો છે. તેની નજીક જતા કેટલાકને હમણાં નીચે આવશે એવો ડર લાગે છે. આ સ્થળ ટેનાસેરીમના દરિયાકાંઠાના ઉત્તર ભાગમાં મોન રાજયના કાયકટોની નજીક આવેલું છે. પૂર્વીય યોમા પર્વતોની પાઉંગ લોંગ રેંજ પર છે જે યાંગોનથી ૨૧૦ કિમી દૂર અને મોન રાજયના પાટનગર માવલામાઇનની ઉત્તરે ૧૪૦ કિમી દૂર કિન પુન ગામ નજીક છે. આ સ્થળ કિનપુન ગામના નામથી જ ઓળખાય છે.

ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ કોઇ પણ ચીજ અત્યંત ઢાળમાં હોય અને આજુબાજુ મજબૂત ટેકો ના હોયતો નીચે આવવા લાગે છે પરંતુ નવાઇની વાત તો એ છે કે આ પથ્થર કોઇ પણ ટેકા વગર ટકેલો છે. પહાડના ઢોળાવના એકદમ છેડે લટકેલો છે.ગુરુત્વાકર્ષણ બળની વિરુધ આ પથ્થર કેવી રીતે બેસાડેલો છે તે કોઇ સમજી શકતું નથી. આથી ચમત્કારિક પથ્થરને ગોલ્ડન રૉક નામ આપવામાં આવ્યું છે. આ સોનાનો નથી પરંતુ સોનાનું પરત ચડાવીને સોના જેવો બનાવવામાં આવ્યો છે.એક પથ્થરની ઉપર બીજો પથ્થર પણ જોવા મળે છે જે મજબૂત રીતે એક સાથે ચોંટેલો છે. ૧૧૦૦ મીટર ઉંચાઇ પર આવેલા ગોલ્ડન રોકને કયૈકટિયો પેગોડા પણ કહેવામાં આવે છે. 

આ ગોલ્ડન પથ્થર 1200 વર્ષથી આધાર વગર  અડીખમ, 25 ફૂટ ઉંચો અને 50 મીટર પહોળો 2 - image

બૌધ્ધ તીર્થ હોવાથી અનેક લોકો ધાર્મિક દ્રષ્ટીએ કયૈકટિયો પેગોડાની મુલાકાત લે છે. સૈન્ય શાસનની એડી નીચે કચડાયેલો મ્યાનમાર દેશ બૌધ્ધધર્મનું મહત્વનું કેન્દ્ર રહયો છે. મ્યાયાનમારને પેગોડાના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ પ્રવાસીઓના પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રવાસીઓ દૂરથી ગોલ્ડન રોક જોઇને રોમાંચ અનુભવે છે.

નવેમ્બરથી માર્ચ મહિના સુધી સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. ગૉલ્ડન રોક સુધીનું ચઢાણ સીધુ હોવાથી પહોંચવામાં ૧ કલાક જેટલો સમય લાગે છે. આ પથ્થર કોઇ વિનાશક ભૌગોલિક ઘટના થવાથી ચોંટી ગયો છે કે માનવીય મહેનતથી તે સમજી શકાતું નથી. જો કે માનવીય પ્રયત્નથી કોઇ પણ ભોગે ગુરુત્વાકર્ષણની વિરુધ પથ્થર પર પથ્થર બેસાડવો આમ તો શકય નથી.

આ ગોલ્ડન પથ્થર 1200 વર્ષથી આધાર વગર  અડીખમ, 25 ફૂટ ઉંચો અને 50 મીટર પહોળો 3 - image

શ્રધ્ધાળુંઓ માને છે કે આ ભારેખમ પથ્થર ભગવાન બુધ્ધના વાળ પર ટકેલો છે. એક બૌધ્ધ ભીક્ષુએ ૧૧મી સદીમાં પેગોડાની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. આથી જ તે પોતાના સ્થાનેથી કોઇ પણ સંજોગોમાં ખસતો નથી. ગોલ્ડન રોકને બૌધ્ધ મંક અને શ્રધ્ધાળુઓ નમન કરે છે.

સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે આ પથ્થરની નીચે જે વર્ષમાં ત્રણ વાર આવે છે તેની ગરીબી દૂર થાય છે. એટલું જ નહી ગોલ્ડન રૉક પાસે જે પણ માંગવામાં આવે તે ઇચ્છા પૂરી થાય છે. લોકો પથ્થર પર ગોલ્ડન રંગની પરત પણ ચોટાડે છે. દુનિયા પર ગમે તેટલી આફત આવશે તો પણ આ ગોલ્ડન રૉક અડીખમ રહેવાનો છે. 

આ ગોલ્ડન પથ્થર 1200 વર્ષથી આધાર વગર  અડીખમ, 25 ફૂટ ઉંચો અને 50 મીટર પહોળો 4 - image

સ્થાનિકોની માન્યતા અનુસાર કોઇ મહિલા જ આ પથ્થરને કયાંરેક હલાવી શકશે. આથી આ પથ્થરને મહિલાએ સ્પર્શ કરવાની મનાઇ છે. આ માન્યતાના લીધે મહિલાઓ ગોલ્ડન રોકને નિહાળે છે પરંતુ સ્પર્શ કરવાથી દૂર રહે છે.

આ ખડકને લઇને રાજવી પરીવારોની  બીજી પણ અનેક રસપ્રદ દંતકથાઓ જોડાયેલી છે.  ભારતમાં આવો એક રોક તમિલનાડુ મહાબલીપુરમ શહેરમાં એક અતિ પ્રાચીન પત્થર ૧૨૦૦ વર્ષ જુનો છે જે વાવાઝોડા અને ભારે વરસાદ જેવી કુદરતી આફતો સામે પણ ટકી રહયો છે. દુનિયામાં કેટલીક વસ્તુઓ ખરેખર અદભૂત અને નવાઇ પમાડે તેવી હોય છે જેનો તાગ મળતો નથી.


Google NewsGoogle News