Get The App

આ દેશની સરકાર સેકસ મંત્રાલયની સ્થાપના કરશે, કારણ જાણીને ચોંકી જશો

લગ્નની પ્રથમ રાત્રીએ હોટલ બીલમાં ૨૬૩૦ ડોલરની મદદનો પ્રસ્તાવ

યુવતીઓને બાળકો પેદા કરવા માટે ૯૦૦ બ્રિટિશ પાઉન્ડ અપાશે

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
આ દેશની સરકાર સેકસ મંત્રાલયની સ્થાપના કરશે, કારણ જાણીને ચોંકી જશો 1 - image


મોસ્કો,૧૧ નવેમ્બર,૨૦૨૪,સોમવાર 

દરેક દેશની સરકાર લોકોની જરુરિયાત મુજબની આંતર માળખાકિય અને કલ્યાણકારી સુવિધાઓ પુરી પાડવા માટે મંત્રાલયોની રચના કરતી હોય છે. શિક્ષણ, સંસ્કૃતિ, આરોગ્ય અને સંરક્ષણ જેવા મંત્રાલયો કોમન હોય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે રશિયાએ દેશમાં ઘટતા જતા જન્મ દરને નિયંત્રણમાં રાખીને વસ્તી વધારવા માટે સેકસ મંત્રાલયની સ્થાપના કરવાનું વિચાર્યુ છે. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશની વસ્તીને ઘટતી અટકાવવા માટેનો અનોખો પ્રયાસ છે.

મિરરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વફાદાર સાંસદ, પારિવારિક સુરક્ષા, પિતૃત્વ,માતૃત્વ અને બાળપણ સમિતિની અધ્યક્ષ ૬૮ વર્ષિય નીના ઓસ્તાનિના સેકસ મંત્રાલયનું સમર્થન કરતી અરજી અંગે સમીક્ષા કરી રહી છે. આ પહેલને  જનસંખ્યાનો ઘટાડો રોકવાના સરકારના પ્રયાસો સાથે જોડવામાં આવી રહી છે. છેલ્લા ૩ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે દેશમાં ભારે જાનહાની થઇ છે. રશિયન અધિકારીઓએ જન સંખ્યા વધારવા માટે કેટલાક પ્રસ્તાવ રજૂ કર્યા છે.

આ દેશની સરકાર સેકસ મંત્રાલયની સ્થાપના કરશે, કારણ જાણીને ચોંકી જશો 2 - image

જેમાં રાત્રે ૧૦ થી ૨ લાગ્યા સુધી પોતાના ઘરોમાં લાઇટ બંધ રાખવી ,ઇન્ટરેનેટ બંધ રાખવું અને બાળકો પેદા કરવા માટે સેકસને પ્રોત્સાહિત કરવા પર ભાર મુકાયો છે. એક અન્ય પ્રસ્તાવમાં ઘરે રહીને બાળકોનું પાલન પોષણ કરતી મહિલાઓને પોતાના ઘરેલું કામ માટે વેતન અને પેન્શન આપવાનો સમાવેશ થાય છે. એક અન્ય પ્રસ્તાવમાં કરવામાં આવેલી વિચારણામાં  સરકાર દ્વારા કપલને  પ્રથમ ડેટ માટે ૫૦૦૦ રુબર (૫૧.૦૬ ડોલર) આપવાની જોગવાઇ કરવામાં આવી છે. ગર્ભધારણને પ્રોત્સાહન માટે લગ્નની પ્રથમ રાત્રીએ હોટલના બીલમાં ૨૬૩૦૦ રુબલની મદદ આપવાનો પણ પ્રસ્તાવ છે.

આ ઉપરાંત બીજા પણ કેટલાક પગલા ભરવામાં આવી રહયા છે. ખાબરોવસ્કમાં ૧૮ થી ૨૩ વર્ષની યુવતીઓને બાળકો પેદા કરવા માટે ૯૦૦ બ્રિટિશ પાઉન્ડની મદદની પણ વાત છે. ચેલ્યાબિસ્ક રાજય પ્રથમ બાળકના જન્મ બદલ ૮૫૦૦ પાઉન્ડનું ઇનામ આપવાનું વિચારી રહયું છે. ડેપ્યુટી મેયર અને પુતિન  સમર્થક અનાસ્તાસિયા રાકોવાએ જન્મ દર વધારવાની તાત્કાલિક જરુરિયાત હોવા પર ભાર મુકયો છે. બાળકોને જન્મ આપવાને પ્રાથમિકતા ગણીને ભાર મુકવાની વિનંતી કરી છે. 



Google NewsGoogle News