સોનાની 49 જેટલી મૂર્તિઓ સાથે ચોર રફૂચક્કર, કિંમત જાણી ચોંકી જશો, ઈટાલીમાં બની ઘટના
Image Source: Twitter
રોમ, તા. 10 માર્ચ 2024 રવિવાર
ઈટાલીમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે. બુધવારે રાતે લેક ગાર્ડાની નજીક એક પ્રદર્શનથી લગભગ 49 સોનાની કલાકૃતિઓ ચોરી થઈ ગઈ. આ તમામ મૂર્તિઓ ઇટાલિયન શિલ્પકાર અમ્બર્ટો માસ્ટ્રોઇન્ની દ્વારા બનાવવામાં આવ્યું હતું.
લાઈક અ વાર્મ, ફ્લોઈંગ ગોલ્ડ નામની પ્રદર્શનમાંથી 1.2 મિલિયન યુરો (1.3 મિલિયન અમેરિકી ડોલરથી વધુ) મૂલ્યની કલાની 49 કલાકૃતિઓ ચોરી થઈ ગઈ. પ્રદર્શન ડિસેમ્બરના અંતમાં ખુલ્યુ હતુ અને શુક્રવારે એટલે કે 8 માર્ચે બંધ થવાનું હતુ.
48 મૂર્તિઓ ક્યાં થઈ ગાયબ
રિપોર્ટ અનુસાર 49માંથી એક મૂર્તિ જેનું નામ ઉમો/ડોના (પુરુષ/મહિલા) હતુ. બાદમાં પ્રદર્શન પરિસરમાં જ જોવા મળ્યા. જોકે અન્ય 48 મૂર્તિઓની અત્યાર સુધી જાણકારી મળી નથી. સંપત્તિના પ્રવક્તાએ જણાવ્યુ કે ચોરીની તપાસ કરવામાં આવી રહી છે. સંપત્તિના પ્રમુખ જિઓર્ડાના બ્રૂનો ગુએરીએ કહ્યુ કે તેમનુ માનવુ છે કે ચોરી એક ખૂબ મોટી ગેંગનું કામ છે.