હમાસના આતંકીઓ તો રાક્ષસ છે, તેમની સામે તો અલ કાયદાના આતંકીઓ સજ્જન લાગેઃ બાઈડન

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
હમાસના આતંકીઓ તો રાક્ષસ છે, તેમની સામે તો અલ કાયદાના આતંકીઓ સજ્જન લાગેઃ બાઈડન 1 - image

image : Twitter

વોશિંગ્ટન,તા.14 ઓક્ટોબર 2023,શનિવાર

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં સંપૂર્ણપણે ઈઝરાયેલની પડખે ઉભા રહેલા અમેરિકા દ્વારા તમામ પ્રકારની મદદ ઈઝરાયેલને કરવામાં આવી રહી છે. 

આ જંગની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ફિલાડેલ્ફિયામાં એક કાર્યક્રમમાં હમાસ સંગઠનને અલ કાયદા કરતા પણ ઘાતકી, બર્બર અને ખતરનાક ગણાવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, હમાસ સામે તો અલ કાયદા ઘણુ પવિત્ર દેખાય છે. હમાસના લોકો માણસ નથઈ પણ રાક્ષસ છે. અમે ઈઝરાયેલની સુરક્ષા અને જવાબી કાર્યવાહીમાં કોઈ જાતની કમી ના રહે તેના પર ધ્યાન આપી રહ્યા છે. સાથે સાથે ગાઝા પટ્ટીમાં સર્જાયેલા માનવીય સંકટ પર ધ્યાન આપવુ પણ અમારી પ્રાથમિકતા છે. 

બાઈડને કહ્યુ હતુ કે, અમારી ટીમ મિડલ ઈસ્ટની સ્થિતિ પર નજર રાખી રહી છે. ઈઝરાયેલની સાથે સાથે ઈજિપ્ત, જોર્ડન અને બીજા આરબ દેશો સાથે વાતચીત ચાલી રહી છે. અમે જાણીએ છે કે, મોટાભાગના લોકો હમાસના સમર્થન નથી કરતા. આજે સવારે મેં ઈઝરાયેલ પર હમાસના હુમલા વખતે બંધક બનાવવામાં આવેલા અમેરિકન નાગરિકોના પરિવારજનો સાથે વાતચીત કરી છે. તેમને પોતાના સ્વજનો ક્યાં છે અને કેવી સ્થિતિમાં છે તેની કોઈ જાણકારી નથી. અમે તેમને તમામ પ્રકારની મદદ કરવાનો વાયદો કર્યો છે. હમાસ દ્વારા જેમનુ અપહરણ કરવામાં આવ્યુ છે તેવા અમેરિકન નાગરિકોની સુરક્ષા માટે સરકાર દિવસ રાત કામ કરી રહી છે. 


Google NewsGoogle News