વિશ્વના આ પાંચ સ્થળો જયાં ૪૦૦ ઇંચથી વધુ વરસાદ પડે છે
માસિનરામની જેમ માઉન્ટ કેમરુન પણ હેવી રેઇન ફોલ ધરાવતું ગામ છે.
વરસતા વરસાદ વચ્ચે લોકોએ પોતાનું રોજિંદુ જીવન જીવવું પડે છે
ન્યૂર્યોક, 27 ઓગસ્ટ,2024,મંગળવાર
પૃથ્વી પર ભૌગોલિક સ્થિતિ અને હવામાન જુદું જુદું હોવાથી વરસાદનું પ્રમાણ પણ એક સરખું નથી. વિશ્વમાં એવા પણ સ્થળો છે જયાં ચોમાસામાં ૪૦૦ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે છે. જયારે ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે એક મીટરના અંતરથી દેખાવું બંધ થઇ જાય છે.
કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલા આકાશ અને વરસતા વરસાદ વચ્ચે લોકોએ પોતાનું રોજિંદુ જીવન જીવવું પડે છે. વિશ્વમાં ભારે વરસાદ ધરાવતા સ્થળોમાંના બે માસીનરામ અને ચેરાપૂંજી ભારતમાં આવેલા છે. સૌથી નવાઇની વાત તો એ છે કે ૪૫૦ ઇંચથી વધુ સરેરાશ વરસાદ છતાં કયારેક ભારતના ચેરાપુંજી અને મોસીનરામમાં ઉનાળો પાણીની તંગી સર્જાય છે.
મોસીનરામ - વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતું ભારતનું સ્થળ છે
ભારતમાં ચેરાપુંજી વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ રહયું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું સ્થાન ૧૫ કિમી દૂર આવેલા માસીનરામ નામના ગામે લીધું છે. આ ગામમાં સરેરાશ ૧૧૮૭૧ મીમી વરસાદ નોંધાયેલો છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે આ સ્થળ બંગાળની ખાડીની ખૂબજ નજીક હોવાથી ભેજને ખાસી પર્વત રોકે છે.
ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે એક બીજા ઘાટા પાડીને બોલવું પડે છે. લોકો પોતાની સાદી ઝુંપડી કે ઘરને ચોમાસની સિઝનમાં સાઉન્ડ પ્રુફ બનાવે છે. આ વિસ્તારમાં ખેતી કરવી મુશ્કેલ બને છે. લોકો વૃક્ષના મૂળિયા એક બીજાની સાથે બાંધીને પૂલ બનાવે છે. આવા પૂલ ૧૦ વર્ષની મહેનત પછી તૈયાર થાય છે.કેટલાક પૂલતો ૫૦૦ વર્ષથી પણ જૂના હોવાનું મનાય છે.
ટયૂટોન્ડો -કોલંબિયા- પટકાઇને નીચે આવતું પાણી ઇજ્જા પહોંચાડે છે
અમેરિકામાં કોલંબિયાના ટયૂટોન્ડો આ જાણીતું સ્થળ છે. અહીં સરેરાશ ૧૧૭૦૦ મીમી જેટલો વરસાદ પડે છે. ગાંઢ જંગલોથી ઘેરાયેલા આ વિસ્તારમાં વરસાદનું પાણી પડે ત્યારે જાણે કે નળ ખુલ્લા મુક્યા હોય તેવું દ્રષ્ય રચાય છે.પાણી પટકાઇને નીચે આવતું હોય ત્યારે તે ઇજ્જા પણ પહોંચાડે છે. આ સ્થળે વાદળો ફાટવાની ઘટના પણ ખૂબજ બને છે. સાહસના શોખીનો આ વિસ્તારની મોન્સુન સિઝનને માણવા માટે જાય છે. સ્થાનિક લોકો માટે ભારે વરસાદની આફતથી ટેવાઇ ગયા છે. કવાઇબ્દો સીટીની નજીક આવેલો આ વિસ્તાર વર્ષમાં વરસાદની બે સિઝન ધરાવે છે.
ક્રોપ રિવર ન્યુઝી લેન્ડ- અસંખ્ય ઝરણાઓ મહિનાઓ સુધી વહેતા રહે છે
ક્રોપ રિવર તરીકે ઓળખાતો આ વિસ્તારમાં ૯ કિમી લાંબી નદી આવેલી છે. ન્યુઝીલેન્ડના આ સ્થળે વાર્ષિક ૧૧૫૧૬ મીમી જેટલો વરસાદ પડે છે. આ સ્થળે માનવ વસ્તી ખૂબજ ઓછી છે. અહીંયા રેઇન ગેજ મીટર દ્વારા ચોકસાઇથી વરસાદમાપી તેના આંકડાઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. ક્રોપ રિવરમાં વરસાદ પડવાથી અસંખ્ય ઝરણાઓ મહિનાઓ સુધી વહેતા રહે છે. આ વિસ્તારની વનસ્પતિઓના પાંદડા સપાટ અને જમીન તરફ ઝુકેલા હોય છે જેથી કરીને તે ભારે વરસાદનો સામનો કરી શકે છે.
સાન ઓન્ટેનિયો ડી યુરેકા-ગુનિઆ- વરસાદની સિઝન ૬ થી ૭ મહિના સુધી ચાલે છે
આફ્રિકા ખંડમાં આવેલા આ સ્થળનો સરેરાશ વરસાદ ૧૦૪૫૦ મીમી છે. ગુનિઆમાં સૂકી સિઝન નવેમ્બરથી માર્ચ મહિના સુધી રહે છે. વરસાદની સિઝન સૌથી લાંબી ૬ થી ૭ મહિના સુધી ચાલે છે. બે મહિના સતત વરસાદ તૂટી પડતા જનજીવન ઠપ્પ થઇ જાય છે. આ સ્થળની નજીક આવેલી બીચ લાખો કાચબાઓના ઇંડા મુકવા માટે જાણીતો છે. વરસાનો નજારો માણવા બહારથી પ્રવાસીઓ આવે છે પરંતુ અહીંયાના લોકોનું જીવન હાડમારી ભર્યું છે.ચોમાસાના ભેજના લીધે મચ્છર અને બીમારીઓ પણ જોવા મળે છેે.
ડેબુન્ડસ્ચા - કેમરુન - આફ્રિકા-માઉન્ટ કેમરુન પરનું હેવી રેઇન ફોલ ધરાવતું પર્વતીય ગામ
ભારતના માસીનરામની જેમ આ પણ હેવી રેઇન ફોલ ધરાવતું પર્વતીય ગામ છે. જે માઉન્ટ કેમરુન પર આવેલું છે. ચોમાસામાં વરસાદી વાદળો પર્વતને ઘેરી લે છે. લોકો ધોળા દિવસે અંધારામાં અટવાયા હોય તેવું ફિલ કરે છે.માઉન્ટ કેમરુનએ આફ્રિકાનું સૌથી હાઇએસ્ટ પીક છે.