Get The App

ટુરિઝમ માટે ટોપ 10 દેશનું વર્લ્ડ ઇકોનોમિક ફોરમે લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારતનું સ્થાન ક્યાં છે

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ટુરિઝમ માટે ટોપ 10 દેશનું વર્લ્ડ ઇકોનોમિક ફોરમે લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારતનું સ્થાન ક્યાં છે 1 - image


World Economic Forum: જો તમે પણ ઘણાં સમયથી દેશની બહાર ફરવા જવાનું વિચારતા હોય તો તમે હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરેલા વિશ્વના ટોપ-10 દેશનું લિસ્ટ જોઇને તમે ક્યાં ફરવા જવું એ નક્કી કરી શકો છો. ટ્રાવેલ અને ટુરિઝમની દ્રષ્ટિએ આ દેશ વિશ્વના ટોપ બેસ્ટ દેશ છે. જે પર્યટકોમાં સૌથી વધુ લોકપ્રિય છે. 

વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જાહેર કર્યો ઇન્ડેક્સ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) એ તાજેતરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (TTDI) બહાર પાડ્યો છે. આ ઇન્ડેક્સમાં ટ્રાવેલ અને ટુરિઝમના સંદર્ભમાં ટોપ 10 દેશોની યાદી છે. આ ઇન્ડેક્સમાં અમેરિકા સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાથે ટોચનું સ્થાન ધરાવે છે. તેમજ દસમું સ્થાન ધરાવતો યુરોપિયન દેશ સ્વિટ્ઝર્લેન્ડ પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. 

આ વર્ષના ઇન્ડેક્સમાં 119 દેશો સામેલ 

ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે સતત વિકાસને ધ્યાનમાં લેતી દેશની નીતિઓ પરથી TTDI ઇન્ડેક્સમાં દેશનું લિસ્ટિંગ કરવામાં આવે છે. વર્ષ 2024 માટે આ ઇન્ડેક્સમાં 119 દેશને સામેલ કરવામાં આવ્યા હતા. એમાંથી ટોપ 10 દેશનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 

TTDI ઇન્ડેક્સમાં ટોપ 10 દેશો

1. અમેરિકા: વર્ષ 2023માં અમેરિકામાં 80 મિલિયન વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જેનું દેશની જીડીપીમાં 1.8 ટ્રિલિયન ડોલરનું યોગદાન હતું. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે અમેરિકાને 5.24 રેટિંગ આપ્યું છે.

2. સ્પેન: સ્પેન તેની વાસ્તુકળા માટે પ્રસિદ્ધ છે. વર્ષ 2023 માં, 70 મિલિયન પ્રવાસીઓએ સ્પેનની મુલાકાત લીધી હતી, જેથી 150 બિલિયન ડોલરની આવક થઇ હતી. સ્પેનને 5.18નું રેન્કિંગ મળી છે.

3. જાપાન: પરંપરા અને મોર્ડન પરંપરાનો સમન્વય કહી શકાય એવા આ દેશની મુલાકાતે ગયા વર્ષે 30 મિલિયન વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તેમનાથી જાપાનને 300 અબજ ડોલરનો ફાયદો થયો હતો. આ ઇન્ડેક્સમાં જાપાનનું રેન્કિંગ 5.09નું છે. 

4. ફ્રાંસ: એફિલ ટાવરના કારણે ફ્રાંસ ખૂબ જ પ્રખ્યાત છે. દર વર્ષે 80 મિલિયન પ્રવાસીઓ ફ્રાન્સની મુલાકાત લે છે, જે 200 બિલિયન ડોલરની પ્રવાસન આવક ઊભી કરે છે. તેને 5.07 રેટિંગ મળ્યું છે.

5. ઓસ્ટ્રેલિયા: કુદરતી સૌંદર્ય અને વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓ ધરાવતા આ દેશમાં વર્ષ 2023માં 80 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને 60 અબજ ડોલરનો ફાયદો થયો હતો. તેને 5.00 રેટિંગ મળ્યું છે.

6. જર્મની: ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઈન્ડેક્સમાં જર્મનીને પણ 5 રેટિંગ મળ્યું છે. આ દેશમાં તમને હરવા-ફરવા માટે અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે.

7. બ્રિટન (યુનાઇટેડ કિંગડમ):  બ્રિટનમાં મોટી સંખ્યામાં ભારતીયો ફરવા જાય છે. આ દેશ 4.96 રેટિંગ સાથે ટ્રાવેલ અને ટુરીઝમના મામલામાં બેસ્ટ છે.

8. ચીન:  આ લિસ્ટમાં ચીનનું નામ નવાઈ પમાડે એવું છે. પરંતુ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ WEF અનુસાર આ દેશ 4.94 રેટિંગ સાથે આઠમો સર્વશ્રેષ્ઠ દેશ છે.

9. ઇટલી: ઇટલી 4.90 રેટિંગ સાથે વિશ્વનો નવમો દેશ છે, જે ટ્રાવેલ અને ટુરિઝમની દુનિયામાં શ્રેષ્ઠ દેશ છે.

10. સ્વિટ્ઝર્લૅન્ડ:  સ્વિત્ઝરલેન્ડનું નામ 10મા અને છેલ્લા નંબર પર છે, જેને 4.81 રેટિંગ મળ્યું છે. સ્વિત્ઝર્લેન્ડ હંમેશા ભારતીયોની વિશ લિસ્ટનો હિસ્સો રહ્યું છે.

ભારતનું રેન્કિંગ શું છે?

આ ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 39મું છે. 2024 ઇન્ડેક્સમાં ભારતનો કુલ સ્કોર 4.25 છે. WEFએ જણાવ્યું હતું કે એર ટ્રાન્સપોર્ટમાં 26મું અને લેન્ડ અને પોર્ટમાં (25મું) સ્થાન સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે જ કુદરતી સંસાધનોમાં છઠ્ઠું, સાંસ્કૃતિક સંસાધનોમાં નવમું સ્થાન ધરાવે છે. 

ટુરિઝમ માટે ટોપ 10 દેશનું વર્લ્ડ ઇકોનોમિક ફોરમે લિસ્ટ જાહેર કર્યું, જાણો ભારતનું સ્થાન ક્યાં છે 2 - image


Google NewsGoogle News