વિશ્વના બેસ્ટ 5 દેશ... જ્યાં રહેવા માટે મળશે ઘર, કાર અને લાખો રૂપિયા સહિત અન્ય સુવિધાઓ
અમેરિકાના વરમોન્ટમાં બહારના કામદારોને નાણાકીય પ્રોત્સાહન આપે છે
સરકાર 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અહીં રહેવા માટે 20 લાખ રૂપિયા અને બાળક દીઠ 8 લાખ રૂપિયા આપે છે
Image Envato |
તા. 6 જાન્યુઆરી 2024, શનિવાર
વિદેશમાં ફરવું અને રહેવું કોને ન ગમે! ફરવાના શોખિન લોકો હંમેશા નવા દેશની શોધમાં રહેતા હોય છે. જોકે, વિદેશમાં ફરવા જવું એટલું મોંઘુ થઈ ગયુ છે કે સામાન્ય લોકો માટે સ્વપ્ન બની ગયુ છે. તમે વિશ્વાસ નહીં કરો પરંતુ વિશ્વમાં એવા પણ કેટલાક દેશો છે કે જે રહેવા માટે ઘર, ગાડી તેમજ અન્ય કેટલીક વસ્તુઓ ફ્રીમાં આપે છે. આવો જાણીએ કે એવા ક્યા દેશ છે કે, જ્યાં આ પ્રકારની સુવિધા મળી રહી છે.
વરમોન્ટ (Vermont)
સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક પહાડી રાજ્ય વરમોન્ટ આવેલું છે. આ રાજ્ય ચેડર પનીર અને પ્રસિદ્ધ બેન એન્ડ જેરી આઈસક્રીમના ઉત્પાદન માટે જાણીતું છે. વરમોન્ટ બહારના કામદારોને નાણાકીય પ્રોત્સાહન આપે છે. આ રાજ્ય રિમોટ વર્કર પ્રોગ્રામ અંતર્ગત અરજદારોને 2 વર્ષ માટે $10000 (આશરે 7.4 લાખ રુપિયા) આપે છે.
અલાસ્કા (Alaska)
અમેરિકાના અલાસ્કામાં લોકોને રહેવા માટે પૈસા આપે છે. બરફ અને ઠંડીના કારણે અહીં લોકો રહેવાનું પસંદ કરતા નથી. અહીં સરકાર તરફથી આશરે $ 2072 (લગભગ 1.5 લાખ રુપિયા) દર વર્ષે આપવામાં આવે છે. જોકે, તેમા એક શરત એવી છે કે તમારે ઓછામાં ઓછું એક વર્ષ ત્યા રહેવું પડશે અને અમુક દિવસો સુધી તમે રાજ્ય છોડી શકશો નહીં.
અલ્બીનેન, સ્વિટ્ઝર્લેન્ડ (Albinen, Switzerland)
અલ્બીનેન સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે. તે સ્વિસ પર્વતોથી ઘેરાયેલું એક નાનકડું ગામ છે. અહીંની સરકાર 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આ ગામમાં રહેવા માટે 20 લાખ રૂપિયા અને બાળક દીઠ 8 લાખ રૂપિયા આપે છે. પરંતુ અહીં પણ સરકારની એક શરતનું પાલન કરવાનું રહેશે, જેમા ત્યાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ત્યાં રહેવું પડશે.
એન્ટીકીથેરા (Antikythera)
એન્ટિકિથેરા એક ગ્રીક ટાપુ છે, આ દેશ તેની આબાદીને વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ટાપુ પર સરકાર વસવાટ આવેલા વ્યક્તિને 3 વર્ષ માટે આશરે 45 હજાર રૂપિયા દર મહિને ચૂકવે છે. આ સાથે જ સરકાર ત્યા તમને રહેવા માટે જમીન કે આવાસ પણ આપે છે.
પોંગા (Ponga)
ઉત્તર સ્પેનના પર્વતીય પ્રદેશમાં આવેલ આ ગામ એક નાનું ગામ છે. પોંગા નવપરણિત યુગલો માટે એક સ્વર્ગ સમાન છે. અહીં યુવા કપલ્સ રહેવા આવે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં યુવા કપલને લગભગ $3,600 એટલે કે લગભગ 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ સાથે પોંગામાં જન્મેલા દરેક બાળકને $3,600 આપવામાં આવે છે.